મંગળવારે ભારતીય સ્ટેટ બેન્કના મુખ્ય આર્થિક સલાહકાર સોમૈયા કાંતિ ઘોષે આર્થિક ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ અંગે પોતાના વિચાર રજૂ કર્યા. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો કે દેશમાં નજીકના ભવિષ્યમાં સોનાના ભાવ ઘટે તેવી શક્યતાઓ દૂર-દૂર સુધી દેખાતી નથી. પરંતુ, વાહન ઉદ્યોગમાં જો સુધારા માટેના પગલાં લેવામાં આવે તો તેમાં ઘણો અવકાશ છે.
IEASCCના કાર્યક્રમમાં તેમણે વૈશ્વિક સ્તરની ઘટનાઓ અંગે વાત કરતા ઉમેર્યુ કે હાર્મુજ જલડમરૂ, કોરિયાઈ દ્વીપ અને તાઈવાનમાં સૈન્યનો સંઘર્ષ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ખાસ કરીને ભારત માટે કોઈ પણ રીતે હકારાત્મક ન હોઈ શકે.
ચાલુ વર્ષના નાણાકીય વર્ષમાં છેલ્લા 6 માસમાં સોનાના ભાવ સતત વધ્યા છે, તે નવાઈની વાત નથી. આવનારા સમયમાં પણ ભાવ ઘટવાની સંભાવનાઓ નથી. આ વર્ષે ધનતેરસ પર સોનાના ભાવ 39,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો, જ્યારે ગયા વર્ષે ધનતેરસે 32,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો. એચડીએફસી સિક્યુરિટીઝ પ્રમાણે મંગળવારે સોનામાં 328ના વધારે સાથે 39,027 રૂપિયા નોંધાયો.
સોમૈયા કાંતિ ઘોષે આ અંગે વધુ વાત કરતાં કહ્યું કે, આંતરિક વિવાદના કારણે પાડોશી દેશોમાં શરણારથીઓનું દબાણ વધી રહ્યું છે. ભારતની આંતરિક અર્થવ્યવસ્થા બહારના પ્રભાવોના અસરથી સંપૂર્ણ સુરક્ષિત નથી. વાહનોના વેચાણમાં નોંધાયેલો ઘટાડો આવનારા ત્રિમાસમાં શું થઈ કે છે તેનો ઈશારો છે.