હૈદરાબાદ : ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસથી દુનિયાભરમાં 24 જુલાઈ સુધીમાં 6,36,470થી વધુ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 1,56,51,910 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. આપને જણાવી દઈએ કે, આ કોરોનાનો આંકડો સતત બદલતો રહે છે.
જાહેર થતાં આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 95,35,338થી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 54,80,102થી વધુ એક્ટિવ કેસ છે. જેમાં અંદાજે 66,256થી વધુ કેસ ગંભીર છે. આ આંકડા વર્લ્ડેમીટરથી લેવામાં આવ્યા છે.