ETV Bharat / bharat

COVID-19: વિશ્વભરમાં 77,31,673 લોકો સંક્રમિત, 4 લાખથી વધુ લોકોના મોત - કોવિડ 19

યુએસના ટેક્સાસમાં કોરોના હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓની સંખ્યા ચાર દિવસમાં ત્રીજી વખત ટોચ પર પહોંચી છે. કારણ કે, રાજ્યના અધિકારીઓ જાહેર પ્રવૃત્તિઓ પરના પ્રતિબંધોને હળવા કરી રહ્યાં છે. શુક્રવારે કોવિડ -19ના વધુ 19 દર્દીના મોત થયા છે. જેની સાથે રાજ્યનો મૃત્યુઆંક 1,939 પર પહોંચી ગયો છે.

covid 19
covid 19
author img

By

Published : Jun 13, 2020, 2:43 PM IST

ન્યૂઝ ડેસ્ક: કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં 77,31,673 થી વધુને લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. ત્યારે 4,28,210થી વધુ લોકોના મોત થયા છે. સાથે જ અત્યારસુધીમાં 39,25,273 થી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે.

યુએસના ટેક્સાસ રાજ્યમાં દૈનિક કોરોના હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓની સંખ્યા ચાર દિવસમાં ત્રીજી વખત નવી ટોચ પર પહોંચી છે. કારણ કે, રાજ્યના અધિકારીઓ જાહેર પ્રવૃત્તિઓ પરના પ્રતિબંધોને હળવા કરી રહ્યાં છે.

આરોગ્ય અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, ટેક્સાસની હોસ્પિટલોમાં 2,166 દર્દીઓ COVID-19થી સંક્રમિત છે. જેમાં બુધવારની સંખ્યા કરતાં વધુ 13 લોકોનો સમાવેશ થયો છે.

શુક્રવારે કોવિડ-19ના વધુ 19 દર્દીના મોત થયા છે. જેની સાથે રાજ્યનો મૃત્યુઆંક 1,939 પર પહોંચી ગયો છે.

અધિકારીઓએ જણાવ્યાનુસાર, લગભગ 2,100 નવા કોરોના કેસની પુષ્ટિ થઈ છે, જે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 83,680 પર પહોંચી છે.

નોંધનીય છે કે, હજુ પણ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. કારણ કે, કેટલાંય લોકો એવા છે જેમની મેડીકલ તપાસ કરવામાં આવી નથી. નિષ્ણાતના જણાવ્યાનુસાર, અમુક લોક ભલે બીમાર ન હોય પરંતુ તેઓ કોરોના સંક્રમિત હોઈ શકે છે. જેથી હાલ, મેડીકલ તપાસને પ્રાધાન્ય આપીને કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.