રોમન વોર્મ પિરીયડ, મેડિવલ ક્લાઇમેટ એનોમેલી (મધ્યયુગમાં વાતાવરણની અનિયમિતતા) અને લિટલ આઇસ એજ જેવા વૈશ્વિક આબોહવામાં નોંધાયેલા મોટા ફેરફારોનો ભારતની ભૂમિ, વનસ્પતિ સૃષ્ટિ તથા સામાજિક-આર્થિક વિકાસ પર નોંધપાત્ર પ્રભાવ પડ્યો હોય અને તેની સાથે ભારતીય ઊનાળુ ચોમાસા (ઇન્ડિયન સમર મોન્સુન – જૂનથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળા) પર તેની વ્યાપક અસર પડી હોય, તે શક્ય છે.
કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)ની એક સ્વાયત્ત સંસ્થા - વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી (WIHG) દ્વારા હાથ ધરાયેલા એક નવા અભ્યાસ અનુસાર ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં ઇ.સુ. પૂર્વે 1200 અને 550ના સમયગાળાની વચ્ચે અતિશય વરસાદ પડતો હતો. આ સ્થિતિ ઇ.સ. 450 સુધી યથાવત્ રહી હતી, જે રોમન વોર્મ પિરીયડ (RWP) સાથે સુસંગત છે. ત્યાર પછીના સમયમાં વરસાદમાં ઘટાડો નોંધાયો અને ઇ.સ. 950 સુધી ISM નબળું રહ્યું. ઇ.સ. 950 અને ઇ.સ. 1350ની વચ્ચેના ગાળામાં મધ્યયુગીન આબોહવાની અનિયમિતતા (MCS) દરમિયાન ISMએ જોર પકડ્યું. જ્યારે, લિટલ એજ દરમિયાન વરસાદમાં ઘટાડો નોંધાયો હતો.
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના તાજા પાણીના રેવાલસર તળાવમાંથી લેવામાં આવેલા કાંપના સેમ્પલ્સ થકી હાથ ધરવામાં આવેલા આ અભ્યાસને કારણે ઉપરોક્ત ઘટનાઓ વૈશ્વિક હતી કે સ્થાનિક તે અંગે વિજ્ઞાનીઓમાં લાંબા સમયથી ચાલી આવતી ચર્ચાનું નિવારણ થઇ શક્યું હતું. આ તળાવના કાંપની નિશાનીઓને ભૂતકાળમાં ચોમાસાના વૈવિધ્ય વિશે સમજૂતી મેળવવા માટેના નમૂના તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.
તાજેતરમાં જ ‘ક્વાટર્નરી ઇન્ટરનેશનલ’ જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં સંશોધકોએ તળાવના કાંપમાંથી કુલ નાઇટ્રોજન ડેટા, અનાજના કદનો ડેટા, કાર્બન અને નાઇટ્રોજનના સ્થિર આઇસોટોપ રેશિયો, કુલ ઓર્ગેનિક કાર્બન (TOC) વગેરેની વિગતો પ્રાપ્ત કરી હતી. અભ્યાસ હાથ ધરવા માટે તેમણે પિસ્ટન કોરરનો ઉપયોગ કરીને તળાવની વચ્ચોવચ આશરે 6.5 મીટર પાણીની ઊંડાઇએથી 15 મીટરનો કાંપ મેળવ્યો હતો. ત્યાર બાદ એક્સેલરેટર માસ સ્પેક્ટ્રોમેટ્રી (AMS)ના આધારે રેવાલસર તળાવના કાંપનો કાળક્રમ નક્કી કરવામાં આવ્યો હતો, જેની રેન્જ આશરે 2950 વર્ષોથી લઇને 200 વર્ષ પૂર્વેની છે.
ઇ.સુ. પૂર્વે 1200થી લઇને 550ના સમયગાળા દરમિયાનની ડિપ્લિટેડ કાર્બન આઇસોટોપ રેશિયો વેલ્યૂ, ટોટલ ઓર્ગેનિક કાર્બન (TOC) તથા ટોટલ નાઇટ્રોજન (TN)ની ગણના ઉત્તર-પૂર્વીય હિમાલયમાં ભારે ચોમાસા (વેટ મોન્સૂન)ની સ્થિતિ સૂચવે છે. આ સ્થિતિ ઇ.સ. 450 સુધી યથાવત્ રહી હતી, જે રોમન વોર્મ પિરીયડ (RWP) સાથે સુસંગત છે. ત્યાર બાદ ઇ.સ. 950 સુધી વરસાદનું જોર ધીમું રહ્યું. ઇ.સ. 950થી ઇ.સ. 1350ની વચ્ચેના ગાળામાં મેડિવલ ક્લાઇમેટ એનોમેલી (MCA) દરમિયાન ISM (ઇન્ડિયન સમર મોન્સૂન) તુલનાત્મક રીતે મજબૂત રહ્યું. લિટલ આઇસ એજ દરમિયાન ISM (વરસાદ)માં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. અભ્યાસનાં તારણો લિટલ આઇસ એજ પછીના સમયમાં, આશરે ઇ.સ. 1600ની આસપાસ ISMએ પુનઃ જોર પકડ્યું, તે સાથે ભારે વરસાદની સ્થિતિ પુનઃ મજબૂત થઇ હોવાનું સૂચવે છે અને આ સ્થિતિ વર્તમાન સમયમાં પણ પ્રવર્તે છે. જુદા-જુદા યુગો દરમિયાન આબોહવામાં નોંધાયેલા ફેરફારોએ અને પાણીના પુરવઠાએ પ્રાચીન સભ્યતાઓના ઉદ્ભવ, વિકાસ અને તેમના અંત પાછળ મહત્વની ભૂમિકા ભજવી હોવાથી ISMની વર્તમાન તથા ભાવિ તરાહ વિશે સમજૂતી મેળવવા માટે ઇતિહાસના સમયગાળામાં ISMમાં નોંધાયેલી વિવિધતાનો ઊંડો અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે.