કોંગ્રેસ અને એનસીપી નેતાઓની બેઠક અંગે શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જ્યારે 3 પક્ષો સરકાર રચે ત્યારે પ્રક્રિયા લાંબી હોય છે. સરકાર રચવા માટેની પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. તેમણે દાવો કર્યો કે આગામી 2થી 5 દિવસમાં સરકાર રચાઈ જશે. મહારાષ્ટ્રના લોકો શિવસેનાના મુખ્યપ્રધાન ઈચ્છે છે. ઉદ્ઘવ ઠાકરે જ રાજ્યની બાગડોર સંભાળે તેવી મહારાષ્ટ્રના લોકોની ભાવના છે.
રાજ્યમાં આગામી ડિસેમ્બર મહિના સુધી અમારા પક્ષના નેતૃત્વમાં સરકાર બનશે, આ માટે તમામ શરતો અને સરકાર રચવા માટેના કરાર બે દિવસમાં સ્પષ્ટ થઈ જશે તેમ રાઉતે જણાવ્યું હતુ અને ઉમેર્યુ હતુ કે શરદ પવાર અને ઉદ્ઘવ ઠાકરે હંમેશા ખેડૂતોના હિત અંગે વિચારે છે. જેથી શરદ પવારની PM સાથેની મુલાકાત ખેડૂતોની સમસ્યાઓથી અવગત કરાવવા માટે હતી.