ગાઝિયાબાદ: કોવિડ-19ના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાય છે. જિલ્લામાં કોરોનાના 984 સક્રિય દર્દીઓ છે. જેની સારવાર વિવિધ હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 6,169થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓની પુષ્ટિ કરવામાં આવી છે.
જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બીજી તરફ રાહતના સમાચાર એ છે કે, જિલ્લામાં કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવાની ટકાવારી પણ વધી રહી છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6,169 કોરોનાના દર્દીઓની પુષ્ટિ થઈ છે. જેમાંથી અત્યાર સુધીમાં 5,118 લોકોએ કોરોનાને માત આપી છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલમાં જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ 81 ટકા પર પહોંચ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં 643 દર્દીઓને જિલ્લાની વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ગાઝિયાબાદ: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રિકવરી રેટ 81 ટકાએ પહોંચ્યો - Corona cases in gaziyabad
ગાઝિયાબાદમાં જ્યારે વૈશ્વિક મહામારી કોવિડ-19નું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ત્યારે, સારા સમાચાર એ છે કે, મોટી સંખ્યામાં સંક્રમિત દર્દીઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ રહ્યા છે. જિલ્લામાં દર્દીઓનું સ્વસ્થ થવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સારા રિકવરી રેટને લીધે જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે.