નવી દિલ્હી: પ્રતિબંધિત માઓવાદી જૂથોનો સક્રિય સભ્ય ગૌતમ નવલખા અને આનંદ તેલતુમ્બડેએ એનઆઈએ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
તેલતુમ્બડેના વકીલ મિહિર દેસાઇએ જણાવ્યું હતું કે, તેલતુમ્બડે NIA દક્ષિણ મુંબઈની કંબલા હિલ સ્થિત ઑફિસમાં શરણાગતિ સ્વીકારી હતી.
માઓવાદીઓ સાથેના સંબંધના આરોપમાં તેલતુમ્બડે, ગૌતમ નવલખા અને અન્ય ઘણા નાગરિક અધિકાર કાર્યકરો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ (યુએપીએ) હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.
આ કાર્યકરોને શરૂઆતમાં કોરેગાંવ-ભીમામાં હિંસા ફાટી નીકળ્યા બાદ પુણે પોલીસે ધરપકડ કરી હતી.
હાઈકોર્ટે તેમની અરજીઓ નામંજૂર કર્યા પછી બંનેએ સુપ્રીમ કોર્ટ ગયા હતા. 17 માર્ચ, 2020 ના રોજ, સુપ્રીમ કોર્ટે તેમની અરજીઓને ફગાવી દીધી અને ત્રણ સપ્તાહની અંદર શરણાગતિ કરવાનુંં કહ્યું. 9 એપ્રિલે સુપ્રીમ કોર્ટે બંનેને શરણાગતિ માટે બીજો સમય આપ્યો હતો.