લખનઉં : કોરોના વાઇરસનું સંક્રમણ વધતા દેશમાં લોકડાઉન છે. તેની અસર માત્ર માનવ જાત પર જ નહીં, પરંતુ પર્યાવરણ પર પણ જોવા મળી છે. લોકડાઉનના કારણે દિલ્હીની હવામાં પણ સુધાર આવ્યો છે. જ્યારે ગંગા નદીમાં 40થી 50 ટકા સુધી સુધાર આવ્યો છે.
લોકડાઉનના કારણે દેશમાં તમામ ઉદ્યોગ બંધ છે. તેવામાં ગંગાની સ્થિતિમાં સુધાર આવ્યો છે. જેના પગલે ગંગાની આસપાસ રહેનારા લોકોમાં ખુશી વ્યાપી છે.
IIT કેમિકલ વિભાગના એન્જિનિયર વિભાગના એક પ્રોફેસરે જણાવ્યું કે ગંગાની સ્થિતિમાં સુધાર આવતો હતો, પરંતુ લોકડાઉનમાં ગંગાની સ્થિતિમાં ઝડપથી સુધાર આવ્યો છે. લોકડાઉનના પગલે ઉદ્યોગો બંધ થયા છે. જેનાથી પાણીમાં પણ સુધાર આવ્યો છે. કારણ કે ગંગામાં થનારા પ્રદુષણમાં ઉદ્યોગોનો 10 ટકા ફાળો હોય છે. તે સિવાય પણ અન્ય કેટલાક કારણોથી પ્રદૂષણ થાય છે.
તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે 15-16 માર્ચના રોજ થયેલા વરસાદના કારણે ગંગાના જળ સ્તરમાં ઘણો સુધાર આવ્યો છે. 24 માર્ચના રોજ લાગુ કરેલા લોકડાઉનાના કારણે પાણીની ગુણવતામાં વધારે પડતો સુધાર આવ્યો છે. મને લાગી રહ્યુ છે કે ગંગા પહેલા કરતા વધુ સ્વચ્છ થઇ શકે છે.
જણાવી દઇએ કે સરકાર ગંગાને પ્રદૂષણ મુક્ત બનાવવા અભિયાન ચલાવી રહી છે, પરંતુ સરકારના માધ્યમથી ચાલી રહેલુ આ અભિયાન વધારે સ્વચ્છ ગંગા લોકડાઉનના સમયે થઇ છે.