ETV Bharat / bharat

રાજસ્થાનના બાંસવાડામાં લુંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, ગુજરાતમાં પણ લોકોને છેતર્યા

author img

By

Published : Oct 11, 2020, 7:43 AM IST

બાંસવાડાના કલિંજરા પોલીસે લગ્નની આડમાં ઠગ કરનારી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપી લગ્ન બાદ પૈસા લઈને ફરાર થઈ જતો હતો, પરંતુ બાંસવાડામાં એક ઘટનાને અંજામ આપે તે પહેલા ગેંગમાં સામેલ દુલ્હનની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે ગુજરાતમાં 5 ઘટનાને અંજામ આપ્યો છે.

રાજસ્થાન
banswara

રાજસ્થાન / બાંસવાડા: જિલ્લા પોલીસે લગ્નની આડમાં ઠગ કરનારી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. કલિંઝરા વિસ્તારમાં આ પ્રકારની ઘટના પોલીસે શોધખોળ કરતા સુરતથી ઠગ કરનારા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. લુંટેરી દુલ્હનની પણ પોલીસે ધરપકડ કરી છે. પુછપરછમાં સામે આવ્યું કે, આ ગેંગનું મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં નેટવર્ક છે. તેમજ બાંસવાડા પહેલા ગુજરાતમાં આવી 5 ઘટનાને અંજામ આપી ચૂક્યા છે.

6 ઓક્ટોમ્બરના રોજ કલિંઝરા પોલીસ સ્ટેશન અંતર્ગત હટાઉવા ગામમાં ભરત પટેલની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બનાવટી દુલ્હનની કરતુતો સામે આવી હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરતા પોલીસે કાનપુરમાં રહેનારી બનાવટી દુલ્હન આરતીની ધરપકડ કરી છે. પુછપરછમાં સામે આવ્યું કે આરતીએ તેમનું નામ આફરીન સલીમ બતાવ્યું હતુ

જિલ્લા પોલીસ અધીક્ષક કાવેન્દ્ર સિંહ સાગરના નિર્દોશાનુસાર પોલીસ આરોપીની પુછપરછના આધાર પર પોલીસ અધિકારી દેવીલાલના નેતૃત્વમાં ટીમ બનાવી છે. ત્યારબાદ સાયબર સેલની સહાયતાથી ટીમ સુરત પહોંચી છે. જ્યાં લિંબાયત પોલીસ અધિકારી જીએ પટેલની મદદથી સોની ગુપ્તા, સતીશ ગુપ્તા, સાગર સંજૂની ધરપકડ કરી છે. પોલીસની ટીમ આ તમામ આરોપીઓને લઈ કલિંજરા પોલીસ પહોંચી છે. પુછપરછ દરમિયાન લગ્નની આડમાં ઠગ ગેંગનો પર્દાફાશ થયો છે.

જાણકારી અનુસાર આરોપી સતીશ ગુપ્તા, સોની ગુપ્તાનો પ્રેમી નીક્ળ્યો હતો. સોની ગુપ્તા લગ્નમાં દલાલોના સંપર્કમાં હતી, અને લગ્ન માટે જરુરતમંદ છોકરા માટે 50 હજારથી 5 લાખ રુપિયા લઈ નકલી લગ્નને અંજામ આપતા હતા. લગ્ન બાદ દુલ્હન ખોટા બહાના બનાવી નાશી જતી હતી. ખોટા આધાર કાર્ડ અને ઓળખપત્રનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. જેથી પોલીસ ઠગ ગેંગ સુધી પહોંચી શકતી ન હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે,ગેંગની દુલ્હન સોની ગુપ્તા છે. જે ખુદ 2 લખત ખોટા લગ્નને અંજામ આપી ચૂકી છે. ગેંગના સભ્યોમાં આફરીન સિવાય નારપોલીના સતીશ ગુપ્તા, અને સંજૂ અને સોની ગુપ્તાનો પતિ દિનેશ ગુપ્તા, સાગર હિવરાલ પણ સામેલ છે. પોલીસ પુછપરછમાં ગેંગે નડિયાદ, પાટણ, રાજકોટ, કોડીનારમાં ખોટા લગ્ન કરી 4 લાખથી વધુની ઠગાઈ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.