મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેની સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ઔપચારિક રીતે દેશી ગાયોને 'રાજ્ય માતા'નો દરજ્જો આપ્યો છે. મહારાષ્ટ્ર કેબિનેટે સોમવારે આ સંબંધમાં પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેબિનેટના નિર્ણયમાં ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને આરોગ્ય સંભાળમાં દેશી ગાયના મહત્વની પ્રશંસા કરવામાં આવી છે.
સરકારને આશા છે કે આ નિર્ણય ખેડૂતોને પંચગવ્ય, પરંપરાગત કૃષિ પદ્ધતિઓ અને આયુર્વેદમાં ઉપયોગમાં લેવાતી આ ગાયોને ઉછેરવા માટે પ્રોત્સાહિત કરશે.
ૉA decision was taken in the Maharashtra cabinet meeting today to implement a subsidy scheme of Rs 50 per day for rearing of indigenous cows. Chief Minister Eknath Shinde presided over the meeting. Since the Goshalas could not afford it due to their low income, the decision was…
— ANI (@ANI) September 30, 2024
મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં દેશી ગાયોના ઉછેર માટે દરરોજ 50 રૂપિયાની સબસિડી યોજના લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય ગૌશાળાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે. આ યોજના મહારાષ્ટ્ર ગૌસેવા આયોગ દ્વારા ઓનલાઈન લાગુ કરવામાં આવશે અને દરેક જિલ્લામાં એક જિલ્લા ગૌશાળા ચકાસણી સમિતિની રચના કરવામાં આવશે.
મીડિયા અહેવાલો અનુસાર, આ જાહેરાત મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન દ્વારા હસ્તાક્ષર કરાયેલા સરકારી ઠરાવ દ્વારા કરવામાં આવી છે. ઠરાવમાં રાજ્યપાલે કહ્યું કે, "પ્રાચીન કાળથી ગાય માનવ જીવનનો મહત્વનો ભાગ રહી છે. ગાયને તેના ઐતિહાસિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વના કારણે લાંબા સમયથી 'કામધેનુ' તરીકે ઓળખવામાં આવે છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશભરમાં ગાયોની વિવિધ જાતિઓ હાજર છે, પરંતુ દેશી ગાયોની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે.
#WATCH मुंबई: महाराष्ट्र के उपमुख्यमंत्री देवेंद्र फडणवीस ने कहा, " देसी गाय हमारे किसानों के लिए एक वरदान है, इसलिए हमने इन्हें यह दर्जा('राज्य माता') देने का निर्णय लिया है... हमने देसी गोमाता के परि पोषण और चारे के लिए मदद करने का निर्णय लिया है।" pic.twitter.com/30UNFvcxH3
— ANI_HindiNews (@AHindinews) September 30, 2024
દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન
સરકારના નિર્ણય પર નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે દેશી ગાયો આપણા ખેડૂતો માટે વરદાન છે. તેથી અમે આ ગાયોને 'રાજ્યમાતા'નો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. અમે ગૌશાળામાં દેશી ગાયોના ઉછેર માટે નાણાકીય સહાય આપવાનું પણ નક્કી કર્યું છે.
રાજ્યના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે સરકારે મહારાષ્ટ્રમાં ગાય સેવા આયોગમાં નોંધાયેલી ગૌશાળાઓમાં દેશી ગાયો માટે સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. આનાથી મહારાષ્ટ્રમાં દેશી ગાયોના સંરક્ષણ અને ઉછેરને પ્રોત્સાહન મળશે. ગાયોના આશ્રયસ્થાનો પણ યોગ્ય રીતે કામ કરી શકશે.
મહારાષ્ટ્રમાં ગાયોની ઘણી દેશી જાતિઓ જોવા મળે છે. પરંતુ આ દેશી ગાયોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે, જેના કારણે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.