જી...હાં આ એ જ શહેર છે જ્યાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પ્રથમ મુલાકાત થઈ હતી. ખૂબ ઓછાં લોકો જાણતાં હશે કે ગાંધી-નહેરુની નાનકડી જ ખરી પરંતુ પ્રથમ મુલાકાત લખનઉના ચારબાગ રેલવે સ્ટેશનની સામે થઈ હતી. એ સમય હતો કોંગ્રેસના લખનઉ અધિવેશનનો અને વર્ષ હતું 1916નું.
ગાંધીજી અનેકવાર લખનઉ આવ્યા હતા, આ પૈકી લખનઉ અધિવેશન સમયે જવાહરલાલ નહેરુ સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ હતી. આ મુલાકાત ખૂબ સામાન્ય હતી. 26 ડિસેમ્બર 1916ના રોજ લખનઉમાં કોંગ્રેસના અધિવેશનમાં જવાહરલાલ નહેરું પિતા મોતીલાલ નહેરું સાથે આવ્યાં હતાં. આ દરમિયાન ગાંધી અને નહેરુંનો પ્રથમ પરિચય થયો હતો. આ બાદ તો જવાહરલાલ નહેરું ગાંધીજીથી એ હદે પ્રભાવિત થયા કે તેઓ તેમના બતાવેલા માર્ગ પર જ ચાલવા હતાં.
આ બંને મહાન વિભૂતિઓનું દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન રહ્યું છે. આ અધિવેશનમાં મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરૂએ એક સાથે લોકોને સંબોધિત કર્યા હતા. આ એ જ પળો હતી જ્યારે નહેરુએ ગાંધીજી સાથે આઝાદી માટે સંઘર્ષ કરવાનો નિર્ણય લીધો હતો. આ બંને મહાપુરુષોના ઐતિહાસિક મેળાપના સાક્ષી ચારબાગ રેલવે સ્ટેશન સામે ગાંધી પાર્ક બનાવાયો છે, જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા પણ લગાવાયેલી છે.