ગોરખપુરનો ચોરા-ચોરી કાંડ ભારતીય સંઘર્ષો વચ્ચેનો એક એવો કાંડ છે, જે સમગ્ર વિશ્વમાં એક મિસાલ સાબિત થયો હતો. મહાત્મા ગાંધીજીએ 1920માં અસહકારની ચળવળ શરૂ કરી હતી. જેમાં દેશભરના લોકોએ ગાંધી ચિધ્યા માર્ગે ચાલી પોતાની આવાજને વાચા આપી હતી. જ્યારે સમગ્ર દેશમાં આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે ગોરખપુરના ચોરી-ચોરામાં કાપડનું માર્કેટ હતું. આ બજારમાંથી લોકો કપડાંની ખરીદી કરતા હતાં, પરંતુ ગાંધીજીની અસહકારની ચરવળને સાથ આપી ગાંધીજીના કહેવાથી વિદેશી વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. આમ તો આ આદોલન અહિંસક હતું, પરંતુ વિદેશી કાપડની હોળી કરતા કરતા કાંતિકારીઓ હિંસક બન્યા હતાં.
આમ, અંગ્રેજ પોલીસે કાંતિકારીઓ પર દમન કર્યું. આ દમનથી રોષે ભરાયેલા કેટલાક ક્રાંતિકારીઓએ આખું પોલીસ સ્ટેશન સળગાવી દીધું. આ ઘટનામાં 22 પોલીસકર્મીના મોત થયાં હતાં. આ સમગ્ર ઘટના 5 ફેબ્રુઆરી, 1922ના રોજ ઘટી હતી. જેને ઇતિહાસમાં ચોરી-ચોરા તરીકે ઓળખવામાં આવે છે. હાલ આ ચોરી-ચોરામાં સ્થળ પર એક શહીદ સ્મારક બનાવાયું છે. અહીં પથ્થર પર શહીદોનો ઇતિહાસ લખાયો છે. આમ, ઇતિહાસમાં આવી અનેક ઘટનાઓ ગાંધીજી સાથે જોડાયેલી છે.