ગાંધીજીએ પોતાના જીવનમાં બે વાર પલ્લિપાડુમાં બે વખત પ્રવાસ ખેડ્યો હતો. પલ્લિપાડૂ આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં ઈંદુકૂરીપેટ મંડલમાં આવેલું છે.
7 એપ્રિલ 1921માં બીજા સાબરમતી આશ્રમનું ઉદ્ધાટન કર્યું.
હકીકતમાં જોઈએ તો પલ્લિપાડુની પવિત્ર પિનાકીની નદીના તટ પર બાપુએ એક આશ્રમની સ્થાપના કરી હતી. જેનું ઉદ્ધાટન 7 એપ્રિલ 1921ના રોજ થયું હતું. ખાસ વાત તો એ છે કે, આ આશ્રમને 'બીજા સાબરમતી આશ્રમ' તરીકે ઓળખવામાં આવે છે.
સ્વતંત્રતા સંગ્રામમાં આ ગામ મુખ્ય ભૂમિકામાં હતું.
સ્વંતત્રતા સંગ્રામમાં પલ્લિનાડૂ મુખ્ય કેન્દ્રીય ભૂમિકામાં રહ્યું હતું. હનુમંથા રાવ, સી. કૃષ્ણૈયા સહિત પલ્લિનાડૂના અન્ય નિવાસીઓએ આ આશ્રમનું કામ જાતે ઉપાડી લીધું હતું.
બાપૂના ખાસ એવા રુસ્તમજીએ 10 હજારનું દાન આપ્યું !
તે દિવસોમાં આશ્રમના નિર્માણ માટે મહાત્મા ગાંધીના ખાસ સહયોગી રુસ્તમજીએ 10 હજાર રુપિયાનું દાન આપ્યું હતું. આજ કારણે મુખ્ય આશ્રમ ભવનનું નામ રુસ્તમજીના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
ગાંધી વિચારોના ફેલાવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન
આપને જણાવી દઈએ કે, ગાંધીવાદી આદર્શો અને સિદ્ધાંતોના પ્રચાર માટે આ આશ્રમમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવે છે. આ કાર્યક્રમો ગાંધી જયંતિ અને શહીદ દિવસ પર રાખવામાં આવે છે. આ ઉપરાંત ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આશ્રમમાં એક ડી-એડિક્શન સેંટરની પણ સ્થાપના કરી રહી છે.