- હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં બિન કોવિડ તબીબી સેવા શરૂ
- કોરોના મહામારીના કારણે માર્ચથી હતી બધી સેવાઓ બંધ
- માર્ગદર્શિકાનું હોસ્પિટલમાં કરવામાં આવશે પાલન
હૈદરાબાદ: તેલંગાણા રાજ્યની રાજધાની હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં શનિવારથી બિન-કોવિડ તબીબી સેવા શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઓપી અને સર્જરી જેવી સામાન્ય તબીબી સેવાઓ કોરોના મહામારીને કારણે માર્ચથી બંધ કરવામાં આવી હતી.
માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવશે
કોવિડ -19 દર્દીઓની સંખ્યા ઓછી હોવાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલની ફેકલ્ટીએ આ નિર્ણય લીધો છે. આ બાબતે ગાંધી હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં કેટલીક સાવચેતી અને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, જેનું પાલન કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે, શનિવારથી તમામ પ્રકારની સેવાઓ પહેલાની જેમ ઉપલબ્ધ રહેશે.
માત્ર હેલ્પરને પરવાનગી મળશે
ગાંધી હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું હતું કે, અહીં આવતા તમામ લોકોએ દરેક પરિસ્થિતિમાં માસ્ક લગાવવાના રહેશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, ફક્ત હેેલ્પરને હોસ્પિટલમાં દર્દીની સાથે કેમ્પસમાં આવવાની મંજૂરી આપવામાં આવશે.