નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તાજેતરમાં જ 'એન્જિયોપ્લાસ્ટી' કરાવી છે. તેમના નજીકના વ્યક્તિએ શનિવારે આ માહિતી આપી હતી.
ગડકરીના નજીકના વ્યક્તિએ જણાવ્યું હતું કે, સોમવારે સવારે તેમને અહીંની એક ખાનગી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય નેતાઓએ ગડકરીને ફોન કરીને તેમની તબિયત પૂછી હતી.