મેષ: આજનો દિવસ શાંતિ અને ધીરજથી પસાર કરવાની સલાહ છે. શરદી, કફ, તાવના કારણે આરોગ્ય બગડી શકે છે માટે સાચવજો. સ્વજનો સાથે ઓછો સમય ફાળવી શકશો માટે મનોમન થોડી નિરાશા અથવા તેમના સંબંધિત કોઈ ચિંતા રહેવાની શક્યતા છે. બીજાની બાબતોમાં વધુ રસ લેવાના બદલે પોતાનું પલ્લું ઠીક રહે તેના પર ધ્યાન આપવું. માનસિક અસ્વસ્થતા દૂર કરવા માટે મેડિટેશન કરી શકો છો. ધાર્મિક અને સાંસારિક કાર્યો પાછળ વધારે ધન ખર્ચ થશે. આજે ખોટી જગ્યાએ મૂડીરોકાણ ન થાય તેનું ધ્યાન રાખવું.
વૃષભ: આજનો દિવસ આપના માટે સંભાળીને ચાલવા જેવો છે. આજે આપનું મન વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આપે સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેવી પડશે. આંખોમાં કોઇક તકલીફ ઉભી થઈ શકે છે. કોઈક બાબતે સ્નેહીજનો, પરિવારના સભ્યો તરફથી ઘરમાં વિરોધનો સામનો કરવો પડશે. આજે આપના આદરેલાં કાર્યો અધૂરાં રહે. ખર્ચનું પ્રમાણ વધશે. વધારે પરિશ્રમ કરો પરંતુ સફળતા તમારા ધારણ કરતા ઓછી મળે. અકસ્માતથી બચવા વાહન ધીમે ચલાવજો.
મિથુન: શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્યવસાયમાં આપની કામગીરીની પ્રશંસા થાય. ઉપરીઓ દ્વારા કામની કદર થાય જેથી આપ વધુ પ્રોત્સાહિત થશો. બઢતીના યોગ છે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. ગૃહસ્થજીવન આનંદપૂર્ણ રહેશે.
કર્ક: દિવસે આપ ધાર્મિક કાર્યો, દેવદર્શન વગેરેમાં વ્યસ્ત રહેશો. ધાર્મિક સ્થળની મુલાકાતથી આપ આનંદ પામશો. પરિવારજનો, સહોદરો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય નાનું પ્રવાસ પર્યટન પણ થઇ શકે. શરીર સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પણ ચિંતારહિત રહે. નોકરિયાતોને નોકરીમાં લાભ થાય. આકસ્મિક ધનલાભ થાય. કોઇ વિશેષ પ્રસંગથી આપના ભાગ્યમાં સારું પરિવર્તન આવે.
સિંહ: આજનો દિવસ સંભાળીને ચાલવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આજે આપની સમક્ષ થોડી પ્રતિકૂળતાઓ આવવાની સંભાવના છે. તબિયતની બાબતમાં આજે આપે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આ ખર્ચ આકસ્મિક પણ હોઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સંભાળીને રહેવું. આજે શક્ય હોય ત્યાં સુધી કોઈપણ નવા કામ કરવાના બદલે થોડો આરામ લઈને મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં ધ્યાન આપવું અને કાયદા વિરોધી કોઈપણ કાર્યોથી દૂર રહેવું. ઇશ્વરનું સ્મરણ અને આધ્યાત્મિકતા આજે આપને ખૂબ જ શાંતિ આપશે.
કન્યા: આપનો આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. જીવનસાથી સાથે આપ નિકટતાની ક્ષણો માણી શકશો. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ અનુભવશો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ભાગીદારો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. ઉત્તમ ભોજન અને વસ્ત્રો, દાગીના તેમજ વાહનોની પ્રાપ્તિ થાય.
તુલા: ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સુખદાયક બનાવો બને. કાર્યમાં યશ અને સફળતા મળશે. આરોગ્ય જળવાશે. જરૂરી કામ પાછળ જ ખર્ચ થાય. નોકરીમાં સિદ્ધિ અને સફળતા મળે મોસાળપક્ષ તરફથી સમાચાર આવે. આર્થિક લાભની સંભાવના રહે. સહકર્મચારીઓ અને હાથ નીચેના નોકરવર્ગનો સાથ સહકાર મળશે.
વૃશ્ચિક: આરોગ્ય અંગે થોડી ફરિયાદો રહેશે માટે ખાવાપીવા પર ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. સંતાનોની સમસ્યા આપને વ્યસ્ત રાખી શકે છે. શેર સટ્ટામાં ન પડવાની ખાસ આગ્રહભરી સલાહ છે. યાત્રા પ્રવાસ શક્ય હોય તો નિવારવો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. આર્થિક આયોજનો સફળતાપૂર્વક પાર પાડી શકશો.
ધન: તન- મનમાં તાજગી સ્ફૂર્તિનું સ્તર અગાઉની તુલનાએ ઓછુ રહેશે. મનમાં કારણ વગરના વિચારો અને ચિંતા ના પ્રવેશે તેનું ધ્યાન રાખવું. પારિવારિક વાતાવરણ સૌહાર્દપૂર્ણ રાખવા માટે તમારે વધુ પ્રયાસો કરવા પડશે. માતા સાથે અત્યારે તમારે વધુ સૌમ્ય વર્તન કરવું પડશે અને શક્ય હોય ત્યાં સુધી તેમની દરેક જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. ખોટા કાર્યોથી દૂર રહેવું. વધુ ઊંઘ લેવી અને સમયસર ભોજન લેવું. અગત્યના દસ્તાવેજો ન કરવા સલાહ આપવામાં આવે છે.
મકર: રોજિંદા કાર્યોમાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાતાં હળવાશનો અનુભવ કરશો. ગૃહસ્થજીવનના પ્રશ્નો હલ થતાં જણાય. સંપત્તિને લગતા કામકાજોનો ઉકેલ મળશે. વેપાર ધંધામાં આર્થિક લાભ થાય. ભાઇબહેનોનો સહકાર મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય હોવાનું જણાઈ રહ્યું છે. પ્રિયજનની મુલાકાત થાય. હરીફો સામે સફળતા મળશે. નવા કાર્યની શરૂઆત માટે અનુકૂળ દિવસ છે.
કુંભ: વાણી પર સંયમ રાખશો તો આજે ઘણી બધી સમસ્યાઓમાંથી ઉગરી જશો. વાદવિવાદમાં ઉંડા ન ઉતરવું. બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો. કાર્યમાં સફળતા માટે મહેનત વધારવી પડે. અસંતોષની લાગણીથી દૂર રહીને માત્ર કર્મના સિદ્ધાંત પર ધ્યાન આપવું. આરોગ્ય સાચવવાની સલાહ છે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં બીજાની મદદ લેવી પડશે. ધંધાકીય ખર્ચની શક્યતા રહે.
મીન: આજના દિવસે આપનું શરીર અને મન સ્વસ્થ તાજગીપૂર્ણ રહેશે. મનમાં ઉત્સાહ હશે તેથી નવા કાર્યનો પ્રારંભ કરવા પ્રેરાશો. પારિવારિક વાતાવરણ સુખશાંતિભર્યું રહે. મિત્રો સાથે કે કુટુંબના સભ્યો સાથે ભોજન અને પર્યટન પર જવાનું થાય. ધનલાભ થાય. ધાર્મિક કાર્યો કે પ્રવાસ થાય. પારિવારિક આનંદનો અનુભવ થશે.