નવી દિલ્હી: આર્થિક પેકેજની ઘોષણા કરતા નાણાં પ્રધાને 8 કરોડ પરપ્રાંતિય મજૂરો માટે મોટી રાહતની જાહેરાત કરી છે.
સીતારામને જણાવ્યું હતું કે આઠ કરોડ પ્રવાસી મજૂરોને બે મહિના માટે મફત રાશન મળશે. કેન્દ્ર સરકાર રાશનનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે અને લાગુ રાજ્ય સરકારો કરશે. તેમણે કહ્યું કે, તેની પાછળ કુલ 3500 કરોડનો ખર્ચ થશે.
- એક વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ અને એક કિલોગ્રામ ચણા દર મહિને
- સ્થળાંતર કરનારાઓ માટે રાશનકાર્ડ
- ઓગસ્ટથી 67 કરોડ લોકોને લાભ થશે
- આ રેશનકાર્ડ કોઈપણ રાજ્યમાં ચાલશે
- 2021 માર્ચ સુધીમાં બધા રાજ્યોમાં શરૂ થશે
- ગરીબ સ્થળાંતર મજૂરને 2 મહિનાનું મફત અનાજ
- રાશનકાર્ડ વગરના લોકોને 5 કિલો અનાજ, 1 કિલો ગ્રામ ચણા