નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે એલએસી પર ચાલી રહેલા તનાવને કારણે ભારત ટૂંક સમયમાં રફેલ વિમાન મેળવવા જઈ રહ્યું છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત-ચીન સરહદ વિવાદને કારણે ફ્રાંસ જુલાઇમાં સમય પહેલા આ વિમાનોને પહોંચાડવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જુલાઇમાં છ રફેલ વિમાન અંબાલા એરફોર્સ સ્ટેશન પહોંચશે.
રાફેલ વિમાનને લઈને મોટા સમાચાર આવ્યા છે. ફ્રાન્સથી 6 રાફેલ વિમાન જુલાઈમાં અંબાલા પહોંચશે. પહેલા આ વિમાન મે મહિનામાં આવવાના હતા. પહેલા ફ્રાન્સથી ફક્ત 4 વિમાન આવવાના હતું, પરંતુ હવે 6 વિમાન આવશે. મહત્વનું છે કે, આ અગાઉ ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લેનિનએ કહ્યું હતું કે, ભારતને 36 રાફેલ લડાકુ વિમાનોના સપ્લાયમાં કોઈ વિલંબ થશે નહીં અને જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી તેનું કડક પાલન કરવામાં આવશે.
ઉલ્કા મિસાઇલોથી સજ્જ રફેલ વિમાનનું આગમન સેનાની સુરક્ષામાં વધારો કરશે. દુશ્મનને 150 કિ.મી.ના અંતરે નિશાન બનાવનાર આ રાફેલ વિમાન ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થશે. કહેવાઇ રહ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિ અને ફ્રાન્સમાં ભારતીય વાયુસેનાના પાઇલટ્સની તાલીમના આધારે જુલાઈના અંત સુધીમાં 6 રાફેલ વિમાન ભારતને મળી શકે છે.
ભારતે ફ્રાન્સ સાથે સપ્ટેમ્બર 2016માં લગભગ 58,000 કરોડના ખર્ચે 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. રાફેલ વિમાનના કરાર પુરવઠાના કાર્યક્રમનો હજી સુધી યોગ્ય આદર કરવામાં આવ્યો છે અને કરાર મુજબ એપ્રિલના અંતમાં એક નવું વિમાન ફ્રાન્સમાં ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યું હતું. રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ગત 8 ઓક્ટોબરના ફ્રાન્સના એક એરપોર્ટ પર પ્રથમ રાફેલ જેટ વિમાન મેળવ્યું હતું.