ETV Bharat / bharat

જુલાઈના ચોથા રવિવારે શા માટે ઉજવાય છે 'આંતરરાષ્ટ્રીય પેરેન્ટસ ડે' - આંતરરાષ્ટ્રીય પેરેન્ટસ ડે નો ઇતિહાસ

જુલાઈના ચોથા રવિવારે 'આંતરરાષ્ટ્રીય પેરેન્ટસ ડે' ની ઉજવણી કરવામાં આવે છે. લોકો આ દિવસે તેમના માતાપિતાને યાદ કરે છે. કારણ કે, માતાપિતાની તેમના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.

parents-day
જુલાઈના ચોથા રવિવારે શા માટે ઉજવાય છે 'આંતરરાષ્ટ્રીય પેરેન્ટસ ડે'
author img

By

Published : Jul 26, 2020, 10:05 AM IST

હૈદરાબાદ : જુલાઇના ચૌથા રવિવારે 'આંતરરાષ્ટ્રીય પેરેન્ટસ ડે' ઉજવવામાં આવે છે. આ દિવસે લાકો તેમના માતાપિતાને યાદ કરે છે. કારણ કે, આપણા જીવનમાં માતાપિતાની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. જોકે, મે મહિનામાં મધર્સ ડે અને જૂનમાં ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. જીવનમાં માતાપિતા તેમના બાળકના પાલન પોષણ તેમની કાળજી લેવા માટે હંમેશા તૈયાર રહે છે.

આંતરરાષ્ટ્રીય પેરેન્ટસ ડે નો ઇતિહાસ

આ દિવસ આપણને સંદેશ આપે છે કે, લોકોના જીવનમાં માતાપિતાની મહત્વની ભૂમિકા હોય છે. 1994માં અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને કોંગ્રેસ (સંસદ )માં એક કાયદો પસાર કર્યો હતો. ત્યારબાદ જુલાઇના ચૌથા રવિવારે 'આંતરરાષ્ટ્રીય પેરેન્ટસ ડે' ઉજવવામાં આવ્યો હતો.

પેરેન્ટસ ડે નું મહત્વ

પેરેન્ટસ ડે આખી દુનિયાના માતાપિતાને સમર્પિત છે. તેમજ પરિવારના બંધનને મજબૂત કરવા , ખુશી , પ્રેમ અને સમજદારીનું વાતાવરણ બનાવવાનો ઉત્સવ છે. માતાપિતા આપણને શકિત અને પ્રતિભા અનુસાર આપણું પાલનપોષણ કરે છે.

પેરેન્ટસ ડે બાળકોના જીવનમાં માતાપિતાની ઉપસ્થિતિને સ્વીકારવાનો દિવસ છે. બાળકોના જીવનમાં બલિદાન, પોષણ અને સંભાળ, ભાવનાત્મક શકિત ઉજાગર કરવા માટે આભાર પ્રગટ કરવાનો અવસર છે. કારણ કે, તેઓ તેમના બાળકના નાનાથી લઇને મોટા થાય ત્યાં સુધીના તબક્કાઓ જુએ છે. માતા પિતા એક માર્ગદર્શક અને સંરક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે.

આ દિવસે અમેરિકામાં પ્રત્યેક રાજ્યમાં નેશનલ પેરેન્ટસ ડે એવૉર્ડ આપવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય અધ્યયન અનુસાર અન્ય દેશોની તુલનામાં ભારતમાં માતાપિતા તેમના બાળકો વિશે વધુ ચિંતિત છે.

એક ચતુર્થાંશ માતાપિતા સપ્તાહમાં સાત કે, તેથી વધુ કલાક તેના બાળકોને અભ્યાસ કરવામાં મદદ કરે છે. આ આંકડો કોલમ્બિયામાં 39 ટકા, વિયેતનામમાં 50 ટકા, અને ભારતમાં 62 ટકા છે. યુનાઇટેડ કિંગડમના માત્ર 11 ટકા માતા-પિતા, ફ્રાન્સ અને જાપાનમાં 10 ટકા અને ફિનલેન્ડમાં 5 ટકા માતા પિતા તેના બાળકોને શાળા પછી મદદ કરે છે. ભારતીય માતાપિતા સપ્તાહમાં 12 કલાક બાળકોને હોમવર્કમાં મદદ કરે છે. ત્યાં વિયેતનામમાં 10.2 કલાક અને તુર્કીની માતાપિતા શાળાના શિક્ષણ બાદ પોતાના બાળકોને 8.7 કલાકનો સમય આપે છે.

જ્યારે અમેરિકા અને પોલેન્ડમાં માતાપિતા દર સપ્તાહે પોતાના બાળકોને 6.2 કલાક, યુકેમાં બાળકો 3.6 કલાક, યુકેમાં બાળકો 3.6 કલાક, જાપાની માતા-પિતા 2.6 કલાક બાળકોને તેમના શિક્ષણમાં મદદ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.