ન્યૂઝડેસ્ક : એક ચોંકાવનારા રહસ્યસ્ફોટમાં ચીને કહ્યું છે કે કોરોના વાઇરસની મહત્તમ સંખ્યા લક્ષણવિહીન છે.
સાપ્તાહિક ઉત્તમ સમીક્ષા કરતી મેડિકલ જર્નલ 'બ્રિટિશ મેડિકલ જર્નલ'માં પ્રકાશિત કરાવાયેલ એક અહેવાલ મુજબ કોરોના વાઇરસના ચેપવાળા પાંચ પૈકી ચાર કેસમાં કોઈ બીમારી દેખાતી નથી.
અનેક નિષ્ણાતો અને સંશોધકો માને છે કે કોરોના વાઇરસના લક્ષણવિહીન પ્રકાર જ તેના વ્યાપક ફેલાવાનું મુખ્ય કારણ છે.
ચીનમાં એક એપ્રિલે નોંધાયેલા ૧૬૬ કેસો પૈકી ૧૩૦ કેસો લક્ષણવિહીન હતા, તેમ દેશના રાષ્ટ્રીય આરોગ્ય પંચે કહ્યું હતું.
દરમિયાનમાં ચીને પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો છે અને વાઇરસનો વધુ ફેલાવો ન થાય તે માટે જે ચીની લોકો સ્વદેશ પરત ફરી રહ્યા છે તેમના કડક ટેસ્ટ હાથ ધર્યા છે.
"તથ્યો ખૂબ, ખૂબ, ખૂબ અગત્યનાં છે." તેમ મહામારીવિદ અને ઑક્સફૉર્ડ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફૉર એવિડન્સ બેઝ્ડ મેડિસિન ખાતે માનદ સંશોધક વિદ્યાર્થી ટોમ જેફર્સને કહ્યું હતું.
"નમૂનો (સેમ્પલ) નાનો છે અને વધુ આંકડા પ્રાપ્ય બનશે. ઉપરાંત, એ બરાબર સ્પષ્ટ નથી કે આ કેસોને કઈ રીતે ઓળખી શકાય છે. પરંતુ ચાલો આપણે એમ કહીએ કે એનું સામાન્યકરણ કરી શકાય છે. અને જો તેમાંના ૧૦ ટકા પણ બહાર હોય તો તે સૂચવે છે કે વાઇરસ બધે જ છે. જો, અને હું ભારપૂર્વક કહું છું, જો પરિણામો નમૂનારૂપ હોય તો આપણે પૂછવું જોઈએ, આપણે શા માટે ઘર-વાસ કરી રહ્યા છે?" તેમ જેફર્સને કહ્યું હતું.
સાઉથ ચાઇના મૉર્નિંગ પૉસ્ટમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, ચીનમાં અત્યાર સુધી સંપર્કોની ભાળ મેળવીને લક્ષણવિહીન ચેપના ૪૩,૦૦૦ કેસો નોંધાયા છે.