CCDના માલિક વી.જી સિદ્ધાર્થ સોમવારથી ગુમ થયાં હતા. જેમનો મૃતદેહ બુધવારે સવારે નેત્રાવદી નદીમાંથી મળી આવ્યો છે. વીજી સિદ્ધાર્થ CCDના માલિક હતા. તેમની ત્રણ પેઢીઓ આ ઉદ્યોગ સાથે સંકળાયેલી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન સોમવારે સવારે સાડા છ વાગે બ્રિજથી દૂર મૃતદેહ મળી આવ્યો છે. ગુમ થયાના સમાચારથી જ મંગળવારે તેમના ઘરે કર્ણાટકના મુખ્ય પ્રધાન સહિતના આગેવાનો પહોંચી રહ્યાં હતા. વી.જી સિદ્ધાર્થ કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એસ.એમ. કૃષ્ણાના જમાઈ હતા.
ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થનો એક પત્ર મળ્યો છે, જેમાં તેમને ઈન્કમટેક્સના અધિકારીઓ દ્વારા હેરાન કરવામાં આવતાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેના ત્રાસના કારણે જીવન ટુંકાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.