શાહજહાંપુર લો વિદ્યાર્થીના યૌન શોષણ મામલે SITની ટીમે પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અને ભાજપના નેતા ચિન્મયાનંદની ધરપકડ કરી છે. ચિન્મયાનંદની તેમના આશ્રમમાંથી જ ધરપકડ કરાઈ છે.
પીડિતાએ આત્મવિલોપનની ચિમકી આપી હતી
પીડિતાએ કહ્યુ હતું કે, જો ચિન્મયાનંદની ધરપકડ કરવામાં નહિ આવે તો આત્મહત્યાની ધમકી આપી હતી. શાહજહાંપુરની એસ.એસ લૉ કોલેજમાં એલ.એલ.એમનો વિદ્યાર્થી અભ્યાસ કરી રહી છે. જેમને 24 ઓગ્સટના રોજ ફેસબુક પર એક વીડિયો વાયરલ કરી પૂર્વ કેન્દ્રીય પ્રધાન પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીની ગુમ થઈ જતાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.
પુછપરછ દરમિયાન કેન્દ્રિય રાજ્ય ગૃહ પ્રધાન અને ભાજપ નેતા ચિન્મયની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતા.