શિમલાઃ હિમાચલના પૂર્વ DGP, CBIના પૂર્વ નિર્દેશક અને નાગાલેન્ડના રાજ્યપાલ રહી ચૂકેલા અશ્વની કુમારે શિમલામાં આત્મહત્યા કરી છે. તેમણે શિમલમાં પોતાના આવાસ પર ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે.
સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે, તેઓ પોતાના જીવનથી કંટાળી આગળની યાત્રા પર જઇ રહ્યા છે. સિરમોર જિલ્લામાં જન્મેલા અશ્વની કુમાર સિનિયર IPS ઑફિસર હતા. તેમની આત્મહત્યાની જાણ થતા જ શિમલાના SP મોહિત ચાવલા ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.