MPના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ નેતા બાબૂલાલ ગૌરે આજે એટલે કે બુધવારના રોજ ભોપાલની નર્મદા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. 89 વર્ષીય બાબૂલાલ ગૌરની મંગળવારના રોજ તબિયત લથડી હતી. બાબૂલાલ ગૌરની કિડની કામ કરતી ન હતી. તે છેલ્લા બે અઠવાડિયાથી નર્મદા હોસ્પિટલમાં વેન્ટિંલેટર પર દાખલ હતાં.
ભૂતપૂર્વ મુખ્યપ્રધાનના નિધન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે દુ:ખ વ્યક્ત કર્યુ છે. બાબૂલાલ ગૌરનો જન્મ 2 જૂન 1930ના રોજ ઉતરપ્રદેશના પ્રતાપગઢમાં થયો હતો. 1946માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંધના સભ્ય બન્યા હતાં. અને 1974નાં રોજ ભોપાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી અને જીત્યા હતાં.