સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવને પેટમાં દુખાવો થયો હતો. જેને લઈ તેમને સ્નાતકોત્તર આયુવિજ્ઞાનમાં (SGPGI) દાખલ કરવામાં આવ્યા છે. PGIના અધીક્ષક પ્રોફેસર અમિત અગ્રવાલે જણાવ્યું કે, મુલાયમ સિંહ યાદવની સારવાર ચાલી રહી છે.
તેમણે જણાવ્યું કે, તેમના અલ્ટ્રાસાઉન્ડ અને એન્ડોસ્કોપી કરવામાં આવી છે. ડૉકટરોની એક ટીમ તેમની દેખરેખ કરી રહી છે. અગ્રવાલે જણાવ્યું કે, મુલાયમની તબિયતમાં સુધાર આવ્યો છે. મહત્વનું છે કે 79 વર્ષીય મુલાયમ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે.