ભાજપના ભૂતપૂર્વ નેતા યશવંત સિન્હાએ રવિવારે સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદમાં આપેલા ચુકાદાની ટીકા કરતાની સાથે સાથે એવું પણ કહ્યું કે, મુસ્લિમ સમુદાયે આ ચુકાદાનો સ્વીકાર કરી આગળ વધવું જોઈએ. આ વાત તેમણે મુબંઈ સાહિત્ય મહોત્સવમાં કહી હતી.
ઐતિહાસિક ચુકાદા અંગે પુછતા સિન્હાએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો અયોગ્ય છે. તેમાં ધણી ખામીઓ છે, છતાં પણ હું મુસ્લિમ સમુદાયને અપીલ કરીશ કે, આ ચુકાદાનો સ્વીકાર કરી લે. હવે આગળ વધીએ કેમ કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર કોઈ ચુકાદો નથી.
સિંહાએ દાવો પણ કર્યો હતો કે, લાલકૃષ્ણ અડવાણી અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓએ શરૂઆતમાં બાબરી મસ્જિદ તોડવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી, પરંતુ પછીથી તેમણે રામ મંદિર આંદોલનનું શ્રેય લેવાનું શરૂ કર્યું હતું.