ETV Bharat / bharat

વન્યકરણ- માનવજાતના ભવિષ્ય માટે વચનબદ્ધ ભવિષ્ય

કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે રજૂ કરેલા તાજા રાષ્ટ્રીય વન સર્વેક્ષણ અહેવાલમાં (2017-2019) વન સંરક્ષણ અને વિસ્તરણ સંબંધિત અનેક પ્રશ્નો અને પડકારો સપાટી પર આવ્યા છે. વર્ષ 2015 દરમિયાન થયેલી પેરિસ સંધી મુજબ ભારતે કાર્બન ડાયઓક્સાઈડ અને અન્ય પ્રદૂષકોનું ઉત્સર્જન વર્ષ 2030 સુધીમાં 25-30 રોડ ટન સુધી ઘટાડવા અને દેશનો વન્ય વિસ્તાર અને હરિયાળી વધારવા સંમતિ આપી હતી.

Forestry
વન્યકરણ
author img

By

Published : Jan 19, 2020, 4:44 PM IST

Updated : Jan 20, 2020, 7:56 AM IST

  • વન્યકરણની પ્રક્રિયા

તાજા સર્વેક્ષણ મુજબ દેશનો કુલ વન્ય વિસ્તાર છેલ્લાં બે વર્ષમાં માત્ર 0.56 ટકા જ વધ્યો છે. કેન્દ્રીય પ્રધાન જાવડેકર કહે છે કે પેરિસ સમજૂતી અચૂક પૂરી થવી જ જોઈએ તેવી પ્રતિબદ્ધતાનું આ ઘટનાક્રમ નક્કર પરિચાયક છે. બીજી તરફ, આ જ અહેવાલમાં અન્ય અનેક રાજ્યોમાં વનોન્મૂલનની પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે. દેશના જમીન વિસ્તારનો ઓછામાં ઓછા ૩૩ ટકા વિસ્તાર વનથી આવરાયેલો હોય તે લક્ષ્ય પૂરું કરવાના પ્રયાસમાં દાયકાઓ નીકળી ગયા, તેમ છતાં આ લક્ષ્ય હજું પૂરું થયું નથી. વન સંરક્ષણ અને ઉછેર માટે રાષ્ટ્રીય સ્તરની સઘન વન્ય ડિઝાઇન વર્ષોથી ચાલી રહી છે! ચોક્કસ લક્ષ્યો, વનની સંખ્યાની ગણતરી અને કાર્બન ઉત્સર્જનને અંકુશમાં લાવવાના પગલાં હાલમાં વન વિસ્તારના વિસ્તરણની હદના લીધે માત્ર ચર્ચાનો વિષય બનીને રહી ગયાં છે.

  • નિરાશાજનક લક્ષ્ય નિર્ધારણ

માનવજાત માટે સ્વચ્છ હવા, પાણી અને ભોજન પૂરું પાડવા ઉપરાંત વન ભૂગર્ભ જળની સુરક્ષા, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને આબોહવા પરિવર્તનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં, પરંતુ વન સીધી કે આડકતરી રીતે લાખો લોકોને રોજગારીની તકો પૂરી પાડે છે. ૧૯૫૨માં અપનાવાયેલી રાષ્ટ્રીય વન નીતિ મુજબ, દેશની જમીનનો ૩૩ ટકા વિસ્તાર વનથી આવરાયેલો હોવો જોઈએ. જોકે ૬૭ વર્ષ પૂરાં થવાં છતાં આ લક્ષ્ય હજુ પ્રાપ્ત કરી શકાયું નથી. રાષ્ટ્રીય વન સર્વેક્ષણ સંસ્થા (એફએસઆઈ) દર બે વર્ષે ઉપગ્રહ તસવીરો દ્વારા દેશમાં વની વૃદ્ધિના દરનો અંદાજ આપે છે. એફએસઆઈ વન અહેવાલ મુજબ, હાલમાં વનનો વિસ્તાર ૭,૧૨,૨૪૯ ચો. કી. (એટલે કે ૨૧.૬૭ ટકા) છે. વર્ષ ૨૦૧૭માં તે ૨૧.૫૪ ટકા હતો. આનો અર્થ એ થયો કે વનનો વિસ્તાર બે વર્ષના સમયગાળામાં માત્ર ૦.૫૬ ટકા જ વધ્યો. વર્ષ ૨૦૧૧માં વન દ્વારા આવરાયેલો વિસ્તાર ૬,૯૨,૦૨૭ કિમી હતો.

વિગત એક દાયકામાં વિસ્તાર ૨૦,૨૨૨ ચો. કિમી વધ્યો છે, જે માત્ર ૩ ટકા જ છે. જોકે તે ઘણો મોટો વિકાસ લાગે છે પરંતુ વન વૃદ્ધિના પ્રકાર અંગે હજુ પણ શંકાઓ છે. મધ્યમ રીતે ગીચ વન કુલ જમીનના વિસ્તારના ૩,૦૮,૪૭૨ ચો. કિમી. આવરે છે. કૉફી, વાંસ અને ચા જેવા વ્યાવસાયિક ઉપવન સાથે બાહ્ય વન ૩,૦૪,૪૯૯ ચો. કિમી (૯.૨૬ ટકા)માં ફેલાયેલા છે. ગત દાયકામાં કરાયેલા એક વિશ્લેષણ મુજબ, વ્યાવસાયિક વન વિસ્તાર ૫ .૭ ટકા વધ્યો છે જ્યારે મધ્યમ જાડાઈવાળો વન્ય વિસ્તાર ૩.૮ ટકા વધ્યો છે. વર્ષ ૨૦૧૧માં વનની આ શ્રેણી હેઠળ આવરાયેલો વિસ્તાર ૩,૨૦,૭૩૬ ચો. કિમી હતો અને તાજો અહેવાલ દર્શાવે છે કે આ વિસ્તાર ઘટીને ૩,૦૮,૪૭૨ ચો. કિમી થઈ ગયો. જો એક હૅક્ટરનો ૭૦ ટકા વૃક્ષ અને હરિયાળી દ્વારા રોકાયેલો હોય તો તેને ગાઢ જંગલમાં શ્રેણીબદ્ધ કરાય છે.

કાર્બન ઉત્સર્જનનું નિયંત્રણ કરવામાં તેમની ભૂમિકા ઊંચી છે. ભારતમાં તે માત્ર ૯૯,૨૭૮ ચો. કિમીમાં (એટલે કે માત્ર ૩ ટકા!!) જ ફેલાયેલું છે. આ પ્રકારના વનની નોંધાયેલી વૃદ્ધિ માત્ર ૧.૧૪ ટકા જ છે. તાજા અહેવાલ (૨૦૧૫-૧૭)માં આ પ્રકારના વનમાં ૧૪ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે જે કર્ણાટકમાં ૧,૦૨૫ ચો. કિમી, આંધ્ર પ્રદેશમાં ૯૯૦ ચો. કિમી., કેરળમાં ૮૨૩ ચો. કિમી, જમ્મુ અને કાશ્મીરમાં ૩૭૧ ચો. કિમી. અને હિમાચલ પ્રદેશમાં ૩૪૪ ચો. કિમી. છે. દેશમાં વન્યકરણ વધારવાના ક્રમમાં આ રાજ્યો ટોચનાં પાંચ રાજ્યોમાં આવે છે. વન કદમાં વધ્યાં છે અને રાષ્ટ્રીય રીતે ટોચના પાંચમાં છે. દેશમાં વનની વૃદ્ધિ પરના સર્વેક્ષણના સંદર્ભે ઘણી શંકાઓ છે અને વનમાં ઘટાડો નોંધાયો છે. હરિયાળી અને વનની ગીચતાનું આકલન કરતી વખતે વનની માલિકી, વૃક્ષની પ્રજાતિઓ અને વન્ય વિસ્તારનું પ્રબંધન- આ બાબતોને વિચારણામાં લેવાઈ નથી. ઉપગ્રહ તસવીરોમાં, જો સમગ્ર વિસ્તારમાં એક હૅક્ટરના દસ ટકા વિસ્તારમાં તસવીરોમાં હરિયાળી (એટલે કે વૃક્ષના ટોચની છત્રી) દેખાય તો વિસ્તારને વન ગણી લેવાનું વિચારવા પર કેટલાંક વર્ષોથી ચર્ચા ચાલી રહી છે.

સામાન્ય રીતે વ્યાવસાયિક પાક અને છોડ જેમ કે કોફી, એકલિપ્ટિસ, નારિયેળ, આંબા અને અન્ય અનેકની ટોચે કુદરતી હરિયાળી હોય છે. આ દૃષ્ટિકોણને ધ્યાનમાં લેતાં, ઉપગ્રહ તસવીરોમાં દેખાયેલી તસવીરોના આધારે ગણતરીમાં લેવાયેલ વનની ગુણવત્તા વિશે શંકાઓ છે.

  • ‘કેમ્પા’ ભંડોળ પર આશા

વન સંરક્ષણ અધિનિયમ (૧૯૮૦) અનુસાર, વનોન્મૂલન રોકવા અને બિન-વન વિસ્તારોમાં ચોક્કસ પરિયોજના તરીકે વન્યકરમને પ્રોત્સાહન આપવા દેશભરમાં ચોક્કસ પ્રક્રિયાનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ માટે લાખો ઍકર જમીન આ પરિયોજનાઓ માટે ચિહ્નિત કરવામાં આ છે. વિશ્વ બૅન્કના અહેવાલ અ–સાર, ૧૯૮૦-૨૦૧૬ના સમયગાળા દરમિયાન, દેશની ૨૨,૨૩,૦૦૦ ઍકર જમીન બિન વન પરિયોજનાઓ હેઠળ હસ્તાંતરિત કરવામાં આવી હતી. તે દેશમાં વન વિસ્તારના ૧.૨ ટકા જેટલી છે. વન કાયદા અનુસાર, આ વિસ્તારની સાથે વૈકલ્પિક વન ઊભાં કરાવાં જોઈએ. આવા વૈકલ્પિક વન ઊભા કરાવાની પ્રક્રિયા અંગે વન સર્વેક્ષણ સંસ્થા (એફએસઆઈ)એ અભ્યાસ કર્યો છે કે કેમ તેના કોઈ સંકેતો નથી. વર્ષ ૨૦૦૯માં, રાષ્ટ્રીય વળતરરૂપ વન્યકરણ ભંડોળ પ્રબંધન અને આયોજન સત્તામંડળ (કેમ્પા) કેન્દ્રીય રીતે બનાવવામાં આવ્યું હતું જેનું કામ વળતરરૂપ વન્યકરણ ભંડોળ હેઠળ ભંડોળ એકઠું કરીને તેનું પ્રબંધન કરવાનું હતું.

જોકે આ ભંડોળનો ઉપયોગ અન્ય કાર્યક્રમો માટે કરવામાં આવ્યો અને નહીં કે માત્ર વન સંરક્ષણ માટે. વિચારવિમર્શનાં અનેક વર્ષો અને ‘કેગ’ના ગંભીર હસ્તક્ષેપ પછી, ‘કેમ્પા’ને કાયદેસરનું સ્વરૂપ આપવામાં આવ્યું અને વર્ષ ૨૦૧૬માં રાજ્યસભામાં આ અધિનિયમ પસાર કરવામાં આવ્યો. માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે ગયા વર્ષે હસ્તક્ષેપ કર્યો અને કેન્દ્ તેમજ રાજ્યને રૂ. ૫૪,૦૦૦ કરોડની રકમ જે કેમ્પા હેઠળ એકઠી કરાઈ હતી અને વર્ષોથી રાજ્યોને ફાળવાઈ જ નહોતી તેને જમા કરાવવામાં કહ્યું. તે પછી વન પ્રધાન જાવડેકરે ગયા વર્ષના ઑગસ્ટમાં ૨૭ રાજ્યોને રૂ. ૪૭,૦૦૦ કરોડ છૂટા કરવાની અનુમતિ આપી.

આશાસ્પદ પરિણામ એ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં વન્યકરણ અને હરિયાળી ફેલાવવા માટે શરૂ થયેલી વિશેષ કાર્યવાહીનું પરિણામ છે. આવનારાં પાંચ વર્ષોમાં, તેલંગાણા રાજ્યમાં ‘હરિતા-હરામ’ નામની પરિયોજના વન અને સામાજિક વન પરિયોજનાઓ હેઠળ ૨૩ કરોડ છોડ રોપવા અને તેની સુરક્ષા કરવાનો હેતુ ધરાવે છે. સરેરાશ દરેક બે ગામ માટે એક છોડ ઘર (નર્સરી) બનાવવામાં આવી છે જેનું લક્ષ્ય છાયડો, ફળો, ફૂલો અને તબીબી ઉપયોગ માટે વિવિધ છોડને રોપવાનું છે.
આંધ્ર પ્રદેશની સરકાર ‘વનમ્-મનમ્’ કાર્યક્રમ હેઠળ છોડ ઉછેરવાના અને વન સંરક્ષણ કરવાના કાર્યક્રમનો અમલ કરી રહી છે.

સરકાર વર્ષ ૨૦૨૯ સુધીમાં કુલ જમીન વિસ્તારના ઓછામાં ઓછા ૫૦ ટકા વિસ્તારને વન વિસ્તારમાં પરિવર્તિત કરવાના ઊંચા લક્ષ્યાંક માટે કામ કરી રહી છે. વર્ષોથી ખાલી વન વિભાગમાં જગ્યાઓ હવે ભરવામાં આવી રહી છે! સતત દાવાનળના કારણે જમીનની ગાઢ માટી ઘટી રહી છે જેનાથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. વન પ્રદેશમાં ખાઈ બનાવીને આવી આપત્તિઓ અટકાવી શકાય છે. વન જમીન પર ગેરકાયદે દબાણ અને વનસ્પતિની નાબૂદીને અટકાવવી જોઈએ. શાળાઓ અને કૉલેજોમાં ચોક્કસ લીલા છોડને ઉગાડવા અને જાળવવા માટે વિદ્યાર્થીઓને ગુણો આપવાની પ્રક્રિયા દાખલ કરવી જોઈએ. છોડ રોપ્યા પછી છોડને જીયોટેગિંગ કરવું અને તેને જાળવવું જરૂરી છે. ખાનગી જમીન પર મોટા પ્રમાણમાં આવક મેળવી આપતી વનસ્પતિ સાથે વન ઉગાડવા માટે જમીન માલિકોને પ્રોત્સાહનો આપવાં જોઈએ.
દાવાનળ દ્વારા આકરા બોધપાઠ શીખવા

અનેક મહિનાઓથી, ઑસ્ટ્રેલિયામાં તીવ્ર અને અવિરત દાવાનળના રૂપમાં ભયાનક હુમલાઓની હારમાળા છે. તે આપણને બતાવે છે કે હરિયાળું આવરણ વધારીને જો સમયસર તાપમાનને નિયંત્રિત નહીં કરવામાં આવે તો કેવાં ગંભીર પરિણામો હોઈ શકે છે. વિકરાળ દાવાનળ માત્ર લોકોની જિંદગી માટે જ જોખમી નથી પરંતુ તે વન્યજીવોનો પણ નાશ કરી રહ્યો છે. છેલ્લાં દસથી વર્ષોમાં, સરેરાશ તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. મહત્તમ તાપમાનથી વર્ષોથી દુષ્કાળમાં વધારો થતો રહ્યો છે. ગત સપ્ટેમ્બરમાં શરૂ થયેલા સંહારથી ‘કાંગારૂ’ દેશને સુધારી ન શકાય તેવું નુકસાન થયું છે. ક્વીન્સલૅન્ડ અને ન્યૂ સાઉથ વૅલ્સ નાશની તીવ્રતાની રીતે સર્વોચ્ચ જોવામાં આવ્યા છે. ૮૦ કિમી પ્રતિ કલાકના દરે ઝડપી ગતિવાળી લૂ મેલબૉર્ન અને સિડની સહિત અન્ય રાજ્યોને અસર કરી રહી છે.

એવો અંદાજ છે કે અત્યાર સુધીમાં વનનો ૧ કરોડ ઍકર ભાગ બળી ગયો છે. ઓછામાં ઓછા ૨૪ નાગરિકો મૃત્યુ પામ્યા છે. ન્યૂ સાઉથ વૅલ્સમાં ૧,૩૦૦ ઘરો બળી ગયાં છે. નૌ અને વાયુ સેનાના દળો સાથે ત્રણ હજાર સૈનિકો પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા મથી રહ્યા છે. પર્યાવરણશાસ્ત્રીઓને ચિંતા છે કે આ આગના લીધે ૪૮ અબજ પ્રાણી અને પક્ષીઓ કદાચ મૃત્યુ પામ્યાં હશે. સિડની યુનિવર્સિટીના ઇકૉલૉજિસ્ટોનો અંદાજ છે કે ટેડી બીયર જેવા લાતા અને ‘કોઆલાસ’ તરીકે જાણીતા ૩૦ ટકા પશુઓ આ પરિસ્થિતિના કારણે ભયમાં મૂકાયા છે. તેઓ પાંડા જેવા દેખાય છે અને ધીમેધીમે ચાલે છે. તેના લીધે ઝડપી ગતિએ પ્રસરતા દાવાનળની ચુંગાલમાંથી બચવું તેમના માટે મુશ્કેલ બને છે.

કાંગારુ, વૉલાબી, ઑમ્બાટ અને અન્ય અનેક પક્ષીઓ આગમાં સપડાઈ ગયા છે. દાઝવાની ઈજા છતાં ટકી ગયેલા પ્રાણીઓ નિવાસ અને ભોજનના અભાવના કારણે મરી શકે છે. સેંકડો પ્રાણીઓ વનની નજીકનાં ઘરોમાં ઘૂસી રહ્યાં છે. એ જાણીતી હકીકત છે કે કુદરતમાં આત્યંતિક અને સુધાર ન થઈ શકે તેવાં પરિવર્તનો આવાં તમામ અપ્રત્યક્ષ પરિણામોનું મુખ્ય કારણ છે. હવે એ સમય આવી ગયો છે કે વિશ્વભરના તમામ દેશો આવી આફતોમાંથી બોધપાઠ લે, નહીંતર પ્રકૃતિ મા પોતાને બચાવવાના મહત્ત્વ અંગે આપણને બોધપાઠ આપવા આનાથી વધુ કઠિન માર્ગ શોધી લેશે!!

- લેખક : ઈદ્ર શેખર સિંહ

Intro:Body:

bharat

Conclusion:
Last Updated : Jan 20, 2020, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.