બુધવારે આંતરરાષ્ટ્રીય અદાલતે જાધવની બાબતે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. સાથે જ કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવતા પાકિસ્તાનને ઘટના અંગે પુનઃવિચાર કરવા જણાવ્યું હતું.
ઉપરાંત આંતરરાષ્ટ્રીય કૉર્ટે પાકિસ્તાન દ્વારા વિયના કન્વેંશનનું ઉલ્લંઘન કર્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારે ભારત અને કુલભૂષણ જાધવના પક્ષે ચુકાદો આવ્યા બાદ વિદેશ પ્રધાન આજે સંસદમાં આ મુદ્દે સંબોધન કરનાર છે. જેમાં તેઓ વિસ્તાર પૂર્વક આ ઘટનાને દેશની સંસદ સમક્ષ રજૂ કરશે.