મધુબની: નેપાળના નીચાણવાળા વિસ્તારમાં મુશળધાર વરસાદને લીધે સરહદી રાજ્ય બિહારના અનેક જિલ્લાની નદીઓમાં પૂરનું જોખમ જણાઈ રહ્યું છે. કમલા, કોસી, ભૂતહી, ગગન, ગેહુમા સહિતની નદીઓમાં પૂરના પ્રકોપથી સેંકડો એકર ખેતરોમાં પાક નાશ થયો છે. શહેરોમાં અને રસ્તાઓ ઉપર બધે પાણી ભરાયા છે. જેના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે.
જિલ્લાના ફુલપરાસ વિધાનસભા વિસ્તારના મધેપુર પ્રખંડના બાલતી પંચાયત વિસ્તારમાં પૂર પીડિતોની સ્થિતિ જાણવા ઈટીવી ભારત સૌથી પહેલા પહોંચ્યું છે. આ પંચાયતના લોકોએ જણાવ્યું કે, આજદિન સુધી અહીં કોઈ જ અધિકારી કે લોકપ્રતિનિધિ આવ્યા નથી, કે કોઈ મીડિયા કર્મચારી પણ આવ્યા નથી, ફક્ત ઈટીવી ભારત અહીં આવ્યું છે.