આ ઘટના એવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તાર વારાણસીમાં સ્વતંત્રતા દિને કમિશ્નર હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ ગોઠવાયો હતો. પરંતુ કમિશ્નરે પોતે ધ્વજ ફરકાવવાના બદલે મહિલા સફાઈ કર્મચારીના હસ્તે ત્રિરંગો લહેરાવાયો હતો.
'મેં નહીં પરંતુ સમગ્ર કાશીએ તેમને સન્માનિત કર્યા છે. અમે સૌ ગૌરવ અનુભવી રહ્યા છે. સફાઈ કર્મચારીઓને જે લોકો કચરાવાળા સમજે છે એ લોકો ભુલી ગયા છે કે કચરાવાળા તો એ લોકો કહેવાય જેઓ ગંદકી ફેલાવે છે' આ શબ્દો વારાણસીના કમિશ્નર દીપક અગ્રવાલે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉચ્ચાર્યા હતા.
આ કાર્યક્રમમાં સફાઈ કર્મી ચંદા બાનોના હસ્તે ધ્વજારોહણ કરાવવા માટે રીતસર સ્કૉટને તેમના ઘરે મોકલાયા હતાં. જ્યારે સ્કૉટ ચંદા બાનો કાર્યક્રમમાં આવ્યા ત્યારે કમિશ્નરે તેમને પોતાની બાજુની ખુરશીમાં જ જગ્યા આપી અને બેસાડ્યા.