ઇટાનગરઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઇને છેલ્લા ઘણા સમયથી તણાવ શરૂ છે. અરૂણાચલ પ્રદેશમાં બોર્ડરથી ચીની સેના દ્વારા પાંચ ભારતીયોના કથિત રીતે અપહરણની વાત સામે આવી છે. પ્રદેશના કોંગ્રેસ ધારાસભ્ય નિનૉન્ગ એરિંગે આ દાવો કર્યો છે.
અરૂણાચલ પ્રદેશના કોંગ્રેસ ધારાસભ્ય નિનૉન્ગે કહ્યું કે, ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ અરૂણાચલ પ્રદેશની સીમાવર્તી વિસ્તારથી પાંચ ભારતીયનું કથિત રીતે અપહરણ કર્યું છે.
એરિંગે જણાવ્યું હતું કે, પ્રદેશના ઉપરી સુબનસિરી જિલ્લાના પાંચ લોકોનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પાંચ લોકો તાગિન સમુદાયના છે. આ બધા લોકો જંગલમાં શિકાર માટે ગયા હતા, ત્યારે તેમનું ચીની સેનાએ અપહરણ કર્યું છે.
કોંગ્રેસના ધારાસભ્યે વડા પ્રધાનના કાર્યાલયને ટ્વીટ કર્યું છે અને ભારત સરકારને કાર્યવાહી કરવાની માગ કરી છે.