હૈદરાબાદઃ લૉકડાઉનને લીધે બીજા રાજ્યમાં ફસાયેલા લોકોને પોતાના ગૃહ રાજ્યમાં મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ ક્રમમાં શુક્રવારે સવારે સાડા ચાર કલાકે તેલંગાણાના લિંગમપલ્લી સ્ટેશનથી ઝારખંડના રાંચી સ્થિત હટિયા સ્ટેશન માટે એક ટ્રેન રવાના થઇ હતી. 24 કૉચવાળી આ ટ્રેનમાં 1200 લોકો સવાર હતા.
વધુમાં જણાવીએ તો બુધવારે કેન્દ્ર સરકારે મજૂરોને ઘરે મોકલવા માટે લીલી ઝંડી આપી હતી. જે બાદ બીજા રાજ્યોમાંથી મજૂરોને ઘર મોકલવામાં આવી રહ્યા છે.
રેલવે સુરક્ષા બળના મહાનિર્દેશક અરુણ કુમારે કહ્યું કે, 1200 પ્રવાસીઓને લઇને તેલંગાણાથી ઝારખંડ માટે રવાના થયેલી સ્પેશિયલ નૉન સ્ટોપ ટ્રેન શુક્રવારે રાત્રે 11 કલાકે હટિયા પહોંચશે.
ઝારખંડમાં અધિકારીઓએ કહ્યું કે, રાજ્ય સરકારે વિશેષ નૉન સ્ટૉપ ટ્રેનથી રાજ્યમાં પરત ફરતા પ્રવાસીઓની તપાસ અને ક્વોરન્ટાઇનની ખાસ વ્યવસ્થા કરી છે.
વધુમાં તમને જણાવીએ તો કોરોના મહામારીને ધ્યાને રાખીને ભારતીય રેલવેએ પોતાની તમામ યાત્રી, મેલ અને એક્સપ્રેસ ટ્રેન સેવાઓ બંધ કરી છે.
મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જારી કરેલી માર્ગદર્શિકા અનુસાર, દરેક રાજ્યને બસો દ્વારા પોતાના કામદારોને પરત લાવવાની કામગીરી શરૂ કરવી પડશે. આ સમય દરમિયાન, સામાજિક અંતર, સામાજિક અંતર, સેનિટાઇઝેશન, સ્ક્રીનિંગ સહિતના દરેક નિયમનું પાલન કરવું જરૂરી રહેશે.