હૈદરાબાદઃ ક્લિનિકલ-સ્ટેજ બાયોફાર્માસ્યુટિકલ કંપની હ્યુમેનિજેન ઈન્ક, તેની પોતાની માલિકીના માનવકૃત ગ્રેન્યુલોસાઇટ મેક્રોફેજ-કોલોની સ્ટમ્યલેટિંગ ફેક્ટર (જીએમ-સીએસએફ) - લેન્ઝિલુમેબ દ્વારા સાયટોકાઈન તોફાનને અટકાવવા અને તેની સારવાર કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કંપનીએ જાહેર કર્યું છે કે તેના અગાઉ જાહેર કરાયેલા ત્રીજા તબક્કાના અભ્યાસમાં કોવિડ-19ના પહેલા દર્દીને આ એન્ટીબોડીનો પ્રથમ ડોઝ અપાયો છે.
હ્યુમેનિજેનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. કેમેરોન દુરાંતે જણાવ્યું કે “અમે અમેરિકામાં સંશોધન સંસ્થા તરીકેની અમારી ભાગીદાર સીટીઆઈ ઉપરાંત કેટલાક ટોચનાં કેન્દ્રો અને ડોક્ટરો સાથે લેન્ઝિલુમેબને ત્રીજા તબક્કામાં પહોંચાડવા માટે કામ કરી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ કોવિડ-19ગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા, પ્રાણઘાતક પરિણામોની સંભાવના સાથે ગંભીર અને ઊંચું જોખમ ધરાવતા દર્દીઓમાં સંભીર અને જીવલેણ પરિણામો અટકાવવાનો છે. લેન્ઝિલુમેબ દ્વારા દર્દીઓની સારવારના અમારા અનુભવોથી અમને પ્રોત્સાહન મળ્યું છે અને આ માહિતી વહેંચવા હિતધારકો સાથે અમે કામ રાખવા માગીએ છીએ.”
સીટીઆઈના સ્થાપક અને સીઈઓ ટિમ સ્ક્રોએડરે જણાવ્યું કે “આ કાર્યક્રમ એફડીએની મંજૂરી અને સાઈટ એક્ટિવેશન દ્વારા જે ઝડપે આગળ ધપી રહ્યો છે, તેનાથી અમે ખુશ છીએ.”
ડૉ. દુરાંતે જણાવ્યું કે "જીએમ-સીએસએફ, અગાઉ સાઇટોકાઈન સ્ટોર્મમાં આઈએલ-6, આઈએલ-1 અને ટીએનએફ-આલ્ફા જેવા અન્ય બહુવિધ સાયકોટાઈન્સના જથ્થા અથવા સામા પ્રવાહમાં જોવા મળ્યો હતો. વધુ પડતા જીએમ-સીએસએફ ઉત્પાદનને કેટલાક ચોક્કસ રોગોમાં મુખ્ય પ્રારંભિક ટ્રિગર માનવામાં આવે છે, જે નોંધપાત્ર રીતે ડાઉનસ્ટ્રીમ પરિણામો તરફ દોરી જાય છે, કેમકે આ અને અન્ય સાયકોટાઈન્સ વધી જાય છે. એટલે, જીએમ-સીએસએફને બેઅસર કરીને સાયકોટાઈન સ્ટોર્મ સામે રક્ષણ મેળવી શકાય અથવા તેને અટકાવી શકાય તેવી સંભાવના છે."
ડૉ. દુરાંતે ઉમેર્યું કે "જીએમ-સીએસએફને બેઅસર કરીને સાયટોકાઈન સ્ટોર્મને અટકાવવા માટે છેલ્લાં ત્રણ વર્ષથી કાર્યરત એકમાત્ર કંપની તરીકે અમે આ ક્ષેત્રમાં અનેક સ્વીકૃત પ્રકાશનો ધરાવીએ છીએ અને અમે શ્વાસની ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ સહિત નોંધપાત્ર સુરક્ષા ડેટા અને વિશાળ બૌદ્ધિક સંપત્તિ નોંધાવી છે. અમે એફડીએ, સીટીઆઈ અને અન્ય હિસ્સેદારોના આભારી છીએ અને તેમને આ અભ્યાસમાં મદદ માટે શક્ય એટલી ઝડપે દર્દીઓની ભરતી માટે રોજગાર કેન્દ્રોનું અમારું વ્યાપક નેટવર્ક સજ્જ છે.”