બીજીવાર ભાજપને જનાદેશ મળ્યો છે. NDA-2ની બીજી ઈનિંગની શરુઆત થઈ ગઈ છે. મોદી સરકારમાં 57 સાંસદોનો પ્રધાનમંડળમાં સમાવેશ થઈ ગયો છે. તમામને ખાતાઓની વંહેચણી કરી દેવાઈ છે. શુક્રવાર સાંજે મોદીએ કેબિનેટની પ્રથમ બેઠક બોલાવી હતી. આ પહેલા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન કાર્યલયમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
મોદીએ બેઠકમાં ઉપસ્થિત તમામ પ્રધાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત સત્તાના સુકાન સંભાળ્યા પછી મોદીએ પહેલો મહત્વનો નિર્ણય લીધો છે. મોદી સરકારે શહિદ પરિવારના બાળકોને આપવામાં આવતી સ્કોલરશીપમાં વધારો કર્યો છે. આ મીટિંગની સાથે બજેટ સત્રની પણ જાહેરાત થઈ છે. 19 જુને પહેલા સ્પીકરની ચૂંટણી યોજાશે. ત્યારપછી 17 જુનથી 26 જુલાઈ સુધી બજેટ સત્રની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 60 વર્ષથી ઉપરના ખેડુતોને પેન્શન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.