નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં નિઝામુદ્દીન રેલવે યાર્ડમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાથી દોડધામ મચી ગઇ હતી, ત્યારબાદ ફાયર વિભાગની 4 ગાડીઓએ આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
નિઝામુદ્દીન રેલવે યાર્ડમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે એક કલાકમાં આગ ઓલવવામાં આવી હતી. હાલમાં તે તપાસ ચાલુ છે કે આ કેવી રીતે લાવી હતી.