નવી દિલ્હી: રાજધાની દિલ્હીથી નજીક આવેલા નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં અચાનક ભીષણ આગ લાગવાથી અફરા તફરી મચી ગઈ છે. 2 ડઝનથી વધારે દર્દીઓ હોસ્પિટલમાં ફસાયેલા છે. પોતાનો જીવ બચાવવા માટે લોકો કાચની બારીઓ તોડી બહાર નિકળી રહ્યા છે.
નોઈડાના સેક્ટર 12માં સ્થિત મેટ્રો હોસ્પિટલમાં આગ લાગવાથી અમુક લોકોના જીવ જોખમમાં આવી ગયા છે. હાલ અહીં બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.