પાલઘરમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. આ વિસ્ફોટ સાંજે 7.20 મિનિટ પર થયો હતો. વિસ્ફોટક એટલો જોરદાર હતો કે તેનો અવાજ 15 કિમી દૂર સંભળાયો હતો. વિસ્ફોટના કારણે આસપાસના કેટલાક વિસ્તારોમાં બારીના કાચ તૂટી ગયા હતા.
વિસ્ફોટ બાદ આસપાસ આગ પ્રસરી જતાં તે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દુર્ઘટનામાં લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.