ઉલ્લેખનીય છે કે, ફિલ્મીસ્તાન વિસ્તારમાં ડબ્બા બનાવનાર એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાના કારણે 43 લોકોના મોત થયા હતા જ્યારે 52થી વઘુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રહેણાક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફેકટરી ચલાવવામાં આવતી હતી અને ભારતીય દંડ સહિતા ધારા 304 મુજબ ધટનાની નોંધણી કરવામાં આવી છે. તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને મૃતકોના પરિવારજનોને PM મોદી, CM કેજરીવાલ, CM નીતિશ કુમાર સહિત ભાજપે વળતર આપવાની જાહેરાત પણ કરી છે.
રાજધાની દિલ્હીમાં રવિવારે સવારે ડબ્બા બનાવનાર ફેક્ટ્રીમાં આગ લાગી છે, જેમાં 50થી વધુ લોકોને ફાયર ટીમે બચાવી લીધા છે. ફાયર વિભાગને સવારે 5:22 વાગ્યે આગ લાગવાની સુચના મળી હતી. ત્યારબાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જે હવે કાબુમાં આવી ગઇ છે.
ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, જે સ્થળે આગ લાગી હતી તેની સાંકળી ગલીઓ હતી. જેને કારણે ફાયરની મોટી ગાડીઓ બાજૂમાં પહોંચી સકતી નહોતી.
આ ઘટનામાં 43 લોકોના મોત થયા છે. જ્યારે, 50થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેને સારવાર માટે નજીકની હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા છે.
હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી હજુ શરૂ છે. પરંતુ જરૂરી છે કે, ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફેક્ટ્રીઓ પર અંકુશ મેળવવો જોઈએ.