- મુંબઇ સેન્ટ્રલના સિટી સેન્ટર મોલમાં આગ લાગી
- મોલમાં અંદાજે 500 લોકો હાજર
- આગ પર કાબુ મેળવવા 36 કલાકથી વધુનો સમય
મુંબઈ : દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારના સિટી સેન્ટર મોલમાં ગુરુવાર રાત્રે ભીષણ આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, મોલમાં અંદાજે 500 લોકો હાજર હતા. બેલાસિસ રોડ પર ટ્રાફિક બંધ થયો હતો. મોલની નજીક ઓર્કિડ એન્ક્લેવ નામની 55 માળની ઇમારતને ખાલી કરાવામાં આવી છે. ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન 5 ફાયર વિભાગના કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. 18 ફાયર એન્જિન અને 10 ફાયર વિભાગની ગાડી આગ પર કાબુ મેળવવા જોડાઈ હતી.
આગ પર કાબુ મેળવવા 36 કલાકથી વધુનો સમય
ફાયર વિભાગની ગાડીને મુંબઈ સિટી સેન્ટ્રલ મોલમાં આગ પર કાબુ મેળવવા 36 કલાકથી વધુનો સમય થયો છે, પરંતુ હજુ સુધી આગ પર કાબુ મેળવવામાં આવ્યો નથી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
5 ફાયર વિભાગના કર્મચારીઓ ઘાયલ
આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતી વખતે 5 ફાયર વિભાગના કર્મચારીઓ ઘાયલ થયા હતા.પરંતુ હાલમાં બધાની હાલત સ્થિર છે અને તેમને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.મોલ નજીકની અન્ય બહુમાળી બિલ્ડિંગમાંથી 3,500 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે શુક્રવારે રાત્રે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો :
મુંબઇમાં સેન્ટર મોલમાં લાગી આગ, 24 ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ પર