સોમવારે ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે પ્રદર્શન થઇ રહ્યું હતું. આ પ્રદર્શનમાં ફ્રી કાશ્મીરનું પોસ્ટર લગાવનારી છોકરીએ ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે, લોકશાહીમાં વિશ્વાસ કરતા હું પણ પ્રદર્શનમાં સામેલ થઇ હતી. JNU હિંસાના વિરોધમાં સોમવારે થનારા પ્રદર્શનમાં મહક ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે પોસ્ટર લગાવી વિરોધ કરતી હતી. તે સમયે મહક મિર્ઝા પ્રભુ વિવાદમાં આવી હતી.
મહકએ ફરી એક વાર કહ્યું કે, હું કાશ્મીરી નથી. મહારાષ્ટ્રની છું અને મુંબઇની એક લેખક છું. મારી આ સમગ્ર વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. હું કાશ્મીરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા બંધ કરવાની વાત કહેવા માંગતી હતી.
ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે પ્રદર્શન કરનારી મહકની મુશ્કેલીમાં વધારો થયો છે. મુંબઇ પોલીસે આ મામલે FIR દાખલ કરી છે. જણાવી દઇએ કે મહકએ JNU હિંસા મામલે સોમવારે ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.