હાથરસ: ભીમા આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ સહિત 400 થી 500 કાર્યકર્તા પર ગુનો નોંધવામાં આવ્યો છે. ચંદ્રશેખર ગત રવિવારે પીડિતના પરિવારને મળવા માટે તેમના સમર્થકો સાથે હાથરસ પહોંચ્યા હતા અને ત્યાં ખૂબ હંગામો થયો હતો અને ત્યાર બાદ 10 લોકોને પીડિત પરિવાર સાથે મુલાકાત લેવાની મંજૂરી મળી હતી જેમાં ચંદ્રશેખર પણ શામેલ છે.
આ સાથે જ પોલીસે સાસની કોટવાલીમાં કલમ 188 અને 144 નો ભંગ કરવા બદલ કેસ દાખલ કર્યો છે. ચંદ્રશેખર અને તેના ટેકેદારો વિરુદ્ધ કલમ 147, 341, 269, 270, 188 IPC અને 3 મહામારી કાયદા પર ગુના નોંધવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રશેખર તેના સેંકડો સમર્થકો સાથે હાથરસના ચાંદપા કોતવાલી વિસ્તારના ગામમાં પીડિત પરિવારને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પીડિતોનો પરિવાર અહીં સુરક્ષિત નથી. પીડિતના પરિવારને Y- લેવલની સુરક્ષા પૂરી પાડવી જોઈએ.