ETV Bharat / bharat

પુલવામા હુમલા સહિત 14 ફેબ્રુઆરીએ  દેશ-દુનિયામાં શું-શું થયુ

ઈતિહાસની ઘણી ઘટનાઓ અને ઘણા દિવસો લાંબા સમય સુધી યાદ રહી જાય છે. એવા જ દિવસોમાં એક છે 14 ફેબ્રુઆરી. આ દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદે વિસ્ફોટકોથી ભરેલા વાહનને CRPFની બસ સાથે ટક્કર મારી હતી. જેમાં 39 જવાન શહીદ થયા હતા અને ઘણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે બીજી બાજૂ આ દિવસને પ્રેમ માટે બલિદાન આપનારા સંત વેલેન્ટાઈનની યાદમાં દર વર્ષે 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે.

ETV BHARAT
જાણો 14 ફેબ્રુઆરીએ દેશ-દુનિયામાં શું થયું
author img

By

Published : Feb 14, 2020, 8:16 AM IST

નવી દિલ્હી: 14 ફેબ્રુઆરીનો દિવસ ઈતિહાસમાં જમ્મુ-કાશ્મીરની એક દુ:ખદ ઘટના સાથે જોવામાં આવે છે. ગત વર્ષે આતંકવાદીઓએ આ દિવસે દેશના સુરક્ષાકર્મી પર હુમલો કર્યો હતો. પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલા વાહનને CRPFની બસ સાથે ટક્કર મારી હતી, જેમાં 39 જવાન શહીદ થયા હતા અને ઘણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ દિવસને ઈતિહાસમાં એક બીજા કારણે પણ જોવામાં આવે છે. 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે, ત્રીજી સદીમાં રોમના એક ક્રૂર રાજાએ પ્રેમ કરવારા લોકો પર અત્યાચાર વધાર્યો હતો, ત્યારે પાદરી વેલેન્ટાઈને રાજાના આદેશને બાજૂમાં મુકીને પ્રેમનો સંદેશો આપ્યો હતો. જેથી એમને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને 14 ફેબ્રુઆરી 270ના રોજ તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી.

પ્રેમ માટે બલિદાન આપનારા આ સંતની યાદમાં, દર વર્ષે 14 ફેબ્રુઆરીથી વેલેન્ટાઇન ડેની ઉજવણીની પ્રથા શરૂ થઈ.

દેશ-દુનિયાના ઇતિહાસમાં 14 ફેબ્રુઆરીની તારીખે નોંધાયેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1537 - ગુજરાતના સુલતાન બહાદુર શાહ પોર્ટુગીઝમાંથી છટકીને ભાગી રહ્યા હતા, ત્યારે તેમનું ડૂબી જવાથી મોત થયું હતું.
  • 1556 - અકબરને માત્ર 13 વર્ષની ઉંમરે પંજાબના ગુરદાસપુર જિલ્લાના કલાનૌરમાં મુગલ બાદશાહ બનાવવામાં આવ્યો.
  • 1876: એલેક્ઝાંડર ગ્રેહામ બેલે ટેલિફોન પેટન્ટ માટે અરજી કરી હતી.
  • 1939: બોમ્બે (હાલના મુંબઈ)ના તત્કાલીન વહીવટીતંત્રે શહેરમાં દારૂબંધીનો પ્રસ્તાવ મૂક્યો.
  • 1952: સુષ્મા સ્વરાજનો જન્મ. તે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશ પ્રધાન રહ્યાં.
  • 1974: રશિયન લેખક એલેક્ઝાંડર સ્ઝોલન્ટિનને દેશની બહાર હાંકી કાઢ્યાના એક દિવસ પછી, તેના પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
  • 1990: બેંગલુરુમાં એક ભારતીય એરલાઇન્સનું વિમાન ગોલ્ફ કોર્સ પર ક્રેશ થયું. પાયલોટ વિમાનનો રનવે ઓળખવાનું ભૂલી ગયો હતો. મુસાફરી કરનારા 146 લોકોમાંથી 97 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
  • 2005: સ્ટીવ ચેન, ચાડ હર્લી અને જાવેદ કરીમે વિડિઓ શેર કરવા માટે 'યુ ટ્યૂબ' નામની વેબ સાઇટની નોંધણી કરી હતી.
  • 2005: નેપાળમાં લોકશાહી જોખમમાં મુકાયા બાદ બ્રિટન અને ફ્રાન્સે ત્યાંથી તેમના રાજદૂતોને પાછા બોલાવ્યા હતા.
  • 2005: બેરૂતમાં કાર બોમ્બ બ્લાસ્ટમાં લેબનાનના પૂર્વ વડાપ્રધાન રફીક હરિરીનું મોત.
  • 2019: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPF કર્મચારીઓની બસ પર બોમ્બ હુમલામાં 39 જવાન શહીદ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.