ETV Bharat / bharat

24-25મીએ US પ્રમુખ ટ્રમ્પ પત્ની સાથે ભારતમાં, ગુજરાતની કરી શકે છે મુલાકાત - ટ્રંપના ભારત પ્રવાસ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે 24-25 ફેબ્રુઆપી ભારતમાં આવવાના છે. આ અંગે વ્હાઈટ હાઉસના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી માહિતી શેર કરવામાં આવી છે.

ETV BHARAT
24-25 ફેબ્રુઆરી ડોનાલ્ડ ટ્રંપ તેની પત્નિ સાથે ભારત આવશે
author img

By

Published : Feb 11, 2020, 8:27 AM IST

Updated : Feb 11, 2020, 8:42 AM IST

વોશિંગ્ટન/નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના 2 દિવસીય પ્રવાસે ભારત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમનો પ્રથમ ભારત પ્રવાસ છે. આ પ્રવાસ અંગે વ્હાઈટ હાઉસના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી આ માહિતી આપવામાં આવી છે. ટ્વીટમાં જણાવાયું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ભારતના પ્રવાસે જવાના છે.

  • President @realDonaldTrump & @FLOTUS will travel to India from February 24-25 to visit Prime Minister @narendramodi!

    The trip will further strengthen the U.S.-India strategic partnership & highlight the strong & enduring bonds between the American & Indian people. 🇺🇸 🇮🇳

    — The White House (@WhiteHouse) February 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પત્નીને લાવશે સાથે

શેર કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પનો આ પ્રવાસ અમેરિકા-ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે, ભારત અને અમેરિકાના લોકો વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધને રજૂ કરે છે. આ પ્રવાસ દરમિયાન ટમ્પના પત્ની અને અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ સાથે આવશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2 વખત ભારતની મુલાકાત લીધી હતી. ઓબામા પ્રથમ વખત 2010માં આવ્યાં હંતા અને બીજી વખત 2015માં આવ્યાં હતાં.

ગુજરાતમાં આવવાની છે સંભાવના

ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાતની મુલાકાત લે એવી સંભાવના છે. ટ્રમ્પના પ્રવાસને લઇને ગુજરાત સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, ટ્રમ્પ અમદાવાદમાં સરદાર પટેલ પટેલ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરી શકે છે. આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે અને તેની ક્ષમતા 1.10 લાખ પ્રેક્ષકોની છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસે ગયા હતા, ત્યારે ટેક્સાસમાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ તે સમયે ભારત આવવા માટે ટ્રમ્પને કહ્યું હતું.

Intro:Body:

TURPM VIST GUJARAT

Conclusion:
Last Updated : Feb 11, 2020, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.