નવી દિલ્હી: LAVA પલ્સ ફીચર ફોન રોઝ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે. જે એમેઝોન, ફિલ્પકાર્ટ અને રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. LAVA ઇન્ટરનેશનલ પ્રોડક્ટ હેડ તેજીન્દર સિંહે જણાવ્યું હતું કે, ભારતીય બ્રાન્ડ તરીકે, અમે આ ચિંતાજનક વાતાવરણમાં પણ અમારા ગ્રાહકોને અર્થપૂર્ણ ઉપાય આપવા માટે સતત પ્રયત્નશીલ છીએ. LAVA પલ્સ સ્ટિરિયો સાઉન્ડ સપોર્ટ સાથે 2.4 ઇંચના ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં મજબૂત પોલિકાર્બોનેટ બોડી છે. તેમાં 32 GB સુધીની એક્સપાન્ડેબલ મેમરી છે.
ફોનમાં ઓટો કોલ રિકોર્ડિંગ સિસ્ટમ છે. આ ફોનમાં યૂઝર્સને 7 ભાષાઓમાં ટાઇપ કરવાનો વિકલ્પ મળે છે. જેમાં અંગ્રેજી, હિન્દી, તમિલ, કન્નડ, તેલુગુ, ગુજરાતી અને પંજાબી ભાષાનો સમાવેશ થાય છે. કંપનીનું કહેવું છે કે, "આ ફોન મિલિટ્રી ગ્રેડ સર્ટીફાઈડ છે, જેનો અર્થ થાય છે કે, યૂઝર્સને માઇનર વિયર અને ટિયર વિશે ચિંતા કરવાની જરૂર નહીં પડે."