શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર સરકારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ડૉ.ફારૂક અબ્દુલ્લા અને જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરેન્સના પ્રમુખની નજરબંદી હટાવવા આદેશ આપ્યાં છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે આ માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે, કલમ 370 નાબૂદ કર્યા બાદ ફારૂક અબ્દુલ્લાની અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ 15 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમને જન સુરક્ષા કાયદો (PSA) હેઠળ નજરકેદ કરવામાં આવ્યાં હતાં.