અબ્દુલા જમ્મુ કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો રદ કર્યા બાદ કથિત રીતે નજરબંધ છે. મુખ્ય ન્યાયમૂર્તી રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ એસએ બોબડે તથા ન્યાયમૂર્તિ એસએ નજીરની ખંડપીઠે કેન્દ્ર અને રાજ્યને નોટિસ ફટકારી છે. રાજ્યસભા સાંસદ તથા એમડીએમકે નેતા વાઈકોની અરજી પર સુનાવણી કરવા માટે 30 સપ્ટેમ્બરનો દિવસ નક્કી કર્યો છે.
આ કેસમાં જ્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, ત્યારે કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, શું અબ્દુલા કોઈ પણ પ્રકારના બંધીમાં છે ?
MDMK નેતા વાઈકોના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે, અબ્દુલા કોઈ પણ પ્રકારના બંધીમાં નથી. પણ અમને તેમનું ઠામઠેકાણું ખબર નથી. વાઈકોએ જણાવ્યું હતું કે, વિતેલા ચાર દાયકાથી અબ્દુલા નજીકના મિત્ર છે. વાઈકો સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારના કાયદા વગર તેમની ધરપકડ થઈ છે. તેમને સંવિધાન અંતર્ગત મળતા અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.