રાજસ્થાન/જાલોર: દેશમાં જ્યારે એક તરફ હોળીનો તહેવાર મનાવવામાં આવ્યો હતો, જ્યારે બીજી તરફ ખેડૂતો એક્સપ્રેસ-વેના કારણે વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોએ જણાવ્યું કે, છેલ્લા 10 દિવસથી અમે આંદોલન કરી રહ્યા છીએ, પણ અમારૂ કોઇ સાંભળતું નથી.
હોળીના દિવસે 22 ખેડૂતોએ જમીનમાં સમાધિ લીધી હતાં, જ્યારે 221 ખેડૂતોએ એકઠા થઇને આંદોલન ચાલુ કર્યું હતું, જ્યારે આંદોલનના આગેવાન રમેશ દલાલે જણાવ્યું કે, જો 16 માર્ચના સુધી ખેડૂતોની માગ ન પૂર્ણ થઈ તો દેશભરમાંથી 5 લાખથી વધુ ખેડૂતો આંદોલનમાં જોડાશે, જેને સંભાળવા સરકારને ભારે પડશે.
આ આદોલન દરમિયાન ખેડૂતોએ જણાવ્યું કે, અમારી માટે અમારી જમીન સર્વસ્વ છે, પણ સરકાર વિકાસના નામ પર બનાવવામાં આવતો એક્સપ્રેસ-વે માટે અમારી જમીન પડાવી રહી છે, વધુમાં કહ્યું કે, સરકાર પાસે એક્સપ્રેસ-વે બનાવવા માટે નેશનલ હાઇવે- 69નો વિકલ્ય છે, તેમ છતા અમારી જમીનને કેમ બરબાદ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, ભારતમાલા યોજના પ્રમાણે એક્સપ્રેસ-વે બનાવવામાં આવી રહ્યો છે. જે શ્રીગંગાનગર, હનુમાનગઢ, બીકાનેર, બાડમેર અને જાલોરના જિલ્લાના ખેડૂતોની હજારો વિધા જમીન પડાવવામાં આવી રહી છે, જેમાં સર્વેનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે, પણ ખેડૂતો પોતાની જમીન આપવા પર વિરોધ દર્શાવી રહ્યાં છે, જ્યારે ખેડૂતોએ હોળી પણ મનાવી નહોતી, તેમ છતા સરકારે તેમની સાથે વાત કરવાનું યોગ્ય પણ ન સમજ્યું નથી.