રાજસ્થાન: જયપુર હાઉસિંગ પ્રોજેક્ટ માટે જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) દ્વારા કથિત જમીન સંપાદનનો વિરોધ કરવા માટે સોમવારે રાજસ્થાનના નિંદર ગામે પાંચ મહિલાઓ સહિત 21 ખેડૂતોએ ગળે સુધી દટાઈને વિરોધ પ્રદર્શન કર્યો હતો.
ખેડુતો માગ કરી રહ્યા છે કે, તેમની જમીનો સુધારેલા જમીન અધિગ્રહણ અધિનિયમ મુજબ હસ્તગત કરવામાં આવે અને તે મુજબ વળતર આપવામાં આવે. ખેડૂતોએ પ્રથમ જાન્યુઆરીમાં 'જમીન સમાધિ સત્યાગ્રહ' યોજ્યો હતો, પરંતુ રાજ્ય સરકારે 50 દિવસની અંદર તેમની માગ સંતોષમાં આવશે તેવી ખાતરી આપી હતી. જેના કારણે ચાર દિવસ બાદ વિરોધ રદ્દ કર્યો હતો.
નિંદર બચાવો યુવા કિસાન સંઘર્ષ સમિતિના નેતા નાગેન્દ્રસિંહ શેખાવત જણાવ્યું હતું કે, 5 મહિલાઓ સહિત 21 ખેડૂતોએ રવિવારથી જમીન સમાધિ લીધી છે. સોમવારે આ સમાધિ ખેડૂતોની સંખ્યા 51 થશે. ખેડૂતોને તેમના હક નહીં મળે, ત્યાં સુધી અમે વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું.
JDA દ્વારા 1,300 વિદ્યાર્થી વધુ જમીન સંપાદન કરવા વિરૂદ્ધ ઓક્ટોબર, 2017માં પણ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાંના કેટલાક તો ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા. JDAએ અત્યાર સુધીમાં 600 વિઘા જમીનનો કબજો લીધો છે અને વળતર તરીકે સ્થાનિક કોર્ટમાં 60 કરોડ રૂપિયા જમા કરાવ્યાં છે.
ગ્રામજનોએ આ રકમ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તેમને દાવો કર્યો છે કે, આ કિંમત હાલના બજાર ભાવ સાથે સુસંગત નથી. જાન્યુઆરી 2011માં જાહેરાત કરવામાં આવેલી હાઉસિંગ યોજના હેઠળ આશરે 10,000 મકાનો બનાવવામાં આવશે.