ETV Bharat / bharat

સિંધુ બોર્ડર પર આંદોલનમાં સામેલ ખેડૂતનું મોત, પરિજને કહ્યું- ઠંડીને કારણે જીવ ગુમાવ્યો - સોનીપત સિંધુ બોર્ડર પર કિસાન આંદોલન

સિંધુ બોર્ડર પર પ્રદર્શનમાં સામેલ એક ખેડૂતનું મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતક ખેડૂત પહેલી ડિસેમ્બરથી આંદોલનમાં સામેલ હતા.

સિંધુ બોર્ડર પર આંદોલનમાં સામેલ ખેડૂતનું મોત

author img

By

Published : Dec 8, 2020, 12:17 PM IST

  • સિંધુ બોર્ડર પર આંદોલનમાં સામેલ ખેડૂતનું મોત
  • ઠંડીને કારણે જીવ ગુમાવ્યોઃ પરિજન
  • કૃષિ કાયદા વિરૂદ્ધ ભારત બંધની જાહેરાત

સોનીપતઃ દિલ્હીની સિંધુ બોર્ડર પર કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોનું પ્રદર્શન યથાવત છે. ઠંડીમાં બેઠેલા ખેડૂતો સતત સરકારના કૃષિ કાયદાને પરત લેવાની માગ કરી રહ્યા છે. આ કડીમાં સિંધુ બોર્ડર પર પ્રદર્શનમાં સામેલ એક ખેડૂતનું મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતક ખેડૂત પહેલી ડિસેમ્બરથી આંદોલનમાં સામેલ હતા.

સિંધુ બોર્ડર પર આંદોલનમાં સામેલ ખેડૂતનું મોત

ખેડૂતોના નેતાએ જણાવ્યું કે, કિસાન આંદોલનમાં ટીડીઆઇ સિટીની સીમે ખેડૂતનું મોત થયું છે. મૃતક અજય 32 વર્ષના હતા. જે સોનીપતના બરોદા ગામના રહેવાસી છે. જાણકારી મુજબ ખેડૂતની પાસે એક એકર જમીન હતી. આ ઉપરાંત મૃતક ખેડૂત જમીન કરાર પર લઇને ખેતીનું કામ કરીને ઘર ચલાવતા હતા.

ઠંડીને કારણે જીવ ગુમાવ્યોઃ પરિજન

પરિજનો અનુસાર ખેડૂતના મોતનું કારણ ભારે ઠંડી જણાવવામાં આવી રહી છે. અહીં ઉપસ્થિત ખેડૂતોનું કહેવું છે કે, તેમના સાથી ખેડૂત રાત્રે જમવાનું જમીને સુતા હતા, પરંતુ જ્યારે સવારે તેમને ચા પીવા માટે ઉઠાડવામાં આવ્યા તો તે ઉઠ્યા નહીં. જે બાદ તે લોકોની ખેડૂતોના મોતની જાણ થઇ હતી. જો કે, પોલીસે મૃતદેહનો કબ્જો કરીને પોસ્ટમોર્ટમ માટે સોનીપતના સામાન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

સરકાર સામે ભારે રોષ

સિંધુ બોર્ડર પર ખેડૂતની મોત બાદ કિસાન નેતાઓએ સંવેદના વ્યક્ત કરતા સરકાર વિરૂદ્ધ રોષ જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, સરકારના અડિયલ રવૈયાને કારણે પહેલા પણ ખેડૂતોના પ્રદર્શન દરમિયાન મોત થઇ ચૂકી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.