ETV Bharat / bharat

મજૂરોના સ્થળાંતર માટે ફેક ન્યૂઝ જવાદાર છે, તેની અવગણના કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ - supreme court

ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અથવા સોશિયલ મીડિયા દ્વારા વિવિધ શહેરોમાં કામ કરતા મજૂરોના મોટી સંખ્યામાં સ્થળાંતર માટે વિવિધ ન્યૂઝ પ્લેટફોર્મ પર ફેક સમાચારોનું પ્રસારણની ભૂમિકા અંગે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

Fake news triggered labourers' migration, can't be ignored: SC

author img

By

Published : Apr 1, 2020, 11:37 AM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર દ્વારા કોરોના વાઈરસને ફેલાવવા માટેના લેવાયેલા પગલાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અથવા સોશિયલ મીડિયા જેવા વિવિધ સમાચાર માધ્યમો પર ફેક સમાચારના પ્રસારણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. શહેરોમાંથી સ્થળાંતર કામદારોએ મોટી સંખ્યામાં મજૂરોએ પોતાના વતન તરફ ચાલતા જઈ રહ્યા હતા. જે માટે સુપ્રીમે ફેક ન્યૂઝને જવાબદાર ગણાવ્યા છે.

મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી અને ન્યાયાધીશ એલ. નાગેશ્વર રાવની ખંડપીઠે જણાવ્યું કે, શહેરોમાં કામ કરતા મોટી સંખ્યામાં મજૂરોના સ્થળાંતર અંગે ફેક ન્યૂઝ દ્વારા ગભરાટ ફેલાયો હતો કે, લોકડાઉન ત્રણ મહિનાથી વધુ ચાલશે. આ ગભરાટને કારણે મજૂરોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું હતું. જે દુ:ખદ છે.

કોર્ટે નોંધ્યું કે, હકીકતમાં કેટલાક લોકો આ સ્થળાંતની પ્રક્રિયામાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. તેથી અમારા માટે ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અથવા સોશિયલ મીડિયા દ્વારા ફેલાયેલા ખોટા સમાચારના જોખમને અવગણવું શક્ય નથી.

ખંડપીઠે પણ આ તબક્કે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે કેન્દ્ર દ્વારા લીધેલા પગલાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. કોર્ટે નિરીક્ષણ કર્યું છે કે, મીડિયા (પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અથવા સોશિયલ)એ જવાબદારી લેવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે, ગભરાટ પેદા કરવા માટે સક્ષમ અફવાનો પ્રસાર ન થાય. ભારત સરકારના સોલિસિટર જનરલ દ્વારા રજૂ કરાયેલા 24 કલાકના ગાળામાં લોકોની શંકાઓને દૂર કરવા માટે સોશિયલ મીડિયા અને મંચ સહિતના તમામ માધ્યમો દ્વારા ભારત સરકાર દ્વારા દૈનિક બુલેટિનને સક્રિય કરવામાં આવશે.

ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ બાબતથી રોગચાળા વિશે કરવામાં આવતી મુક્ત ચર્ચામાં દખલ કરવાનો ઇરાદો નથી, પરંતુ મીડિયાને વિકાસ અંગેના સત્તાવાર સંસ્કરણનો સંદર્ભ લઈને જ સમાચાર પ્રકાશિત કરવા સૂચના આપે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ 54 મુજબ એવી વ્યક્તિને સજાની જોગવાઈ છે કે, જે કોઈ ખોટી સમાચાર બનાવે છે અથવા તેની તીવ્રતા અંગે ચેતવણી આપે છે, જેનાથી ગભરાટ ફેલાય છે. આવી વ્યક્તિને જેલની સજા ફટકારવામાં આવશે. જે એક વર્ષ સુધીની સજા અથવા દંડ સાથે કે બંને થઈ શકે છે. કોરોના વાઈરસના ફેલાવા સામેની લડતમાં ફેક ન્યૂઝ એક મોટો પડકાર છે. હોસ્પિટલમાં તબીબી ઉપકરણો પથારી અને પરીક્ષણ સુવિધાઓનો કોઈ અભાવ નથી. ગભરાટ ફેલાવતા કોઈપણ સમાચારથી બચવા માટે કોર્ટે તમામ માધ્યમો પાસેથી નિર્દેશ માંગ્યો હતો. ખોટા સમાચારો સામાન્ય લોકોના મનમાં ગંભીર ગભરાટ લાવવા માટે સક્ષમ સામગ્રીનું જાણી જોઈને કે, અજાણતાં ફેલાવાના કારણે કોરોના વાઈરસ સામેની લડતમાં અવરોધ બની રહ્યા છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા રજૂ કરાયેલી કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત મિકેનિઝમની ખાતરી કર્યા વગર કોઈપણ ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ મીડિયા, વેબ પોર્ટલ અથવા સોશિયલ મીડિયાને સમાચારનું પ્રસારણ ન કરવા સૂચના આપવામાં આવી છે.

મહેતાએ પોતાની દલીલમાં જણાવ્યું કે, 24 કલાકની અંદર કેન્દ્ર સુનિશ્ચિત કરશે કે, પ્રશિક્ષિત સલાહકારો અને તમામ ધર્મો સાથે સંકળાયેલા સમુદાયના આગેવાનો રાહત શિબિરોની મુલાકાત લેશે. તેઓ લોકોને પરિસ્થિતિની ગંભીરતા અંગે સમજાવશે.

જેના જવાબમાં અદાલતે કહ્યું કે, આ તમામ રાહત શિબિરોમાં જ્યાં પણ તેઓ દેશમાં સ્થિત હોય ત્યાં કરવામાં આવે. સ્થળાંતરકારોની ચિંતા અને ડર દુર કરવા પોલીસ અને અન્ય અધિકારીઓ દ્વારા તેમને સમજવા જોઈએ. સ્થળાંતરકારો સાથે માનવીય વ્યવહાર કરવો જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.